Chhaava advance booking: વિકી કૌશલ ની ફિલ્મે એડવાન્સ બુકીંગ માં મારી બાજી, આ ફિલ્મો ને પાછળ છોડી આગળ નીકળી છાવા

Chhaava advance booking: છાવા આવતીકાલે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગ માં ધમાલ મચાવી છે.

by Zalak Parikh
chhaava advance booking vicky kaushal film beat emergency and deva

News Continuous Bureau | Mumbai

Chhaava advance booking: છાવા આવતીકાલે રિલીઝ થઇ રહી છે.વિકી કૌશલ અને રશ્મિકા ની આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગ માં જ કરોડો ની કમાણી કરી લીધી છે. ‘છાવા’નું એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મની સારી સંખ્યામાં ટિકિટો વેચાઈ રહી છે જે દર્શાવે છે કે ચાહકો આ પીરિયડ-ડ્રામા ફિલ્મમાં વિકીને જોવા માટે ઉત્સાહિત છે.

આ સમાચાર પણ વાંચો: Jaya bachchan: જયા બચ્ચને રાજ્યસભા માં ઉઠાવ્યો ફિલ્મ ઉદ્યોગ નો મુદ્દો, વિત્તમંત્રી ની વિનંતી કરતા ઇન્ડસ્ટ્રી ને લઈને કહી આવી વાત

છાવા નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા ની અત્યારસુધી માં 2 લાખ 79 હજાર 818 ટિકિટ વેચાઈ ગઈ છે. ફિલ્મ હજુ રિલીઝ પણ થઈ નથી અને તેણે લગભગ ૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ નું કુલ બજેટ 130 કરોડ હોવાનું કહેવાય છે. આ ફિલ્મે કંગના ની ઇમર્જન્સી અને શાહિદ ની દેવા ને પાછળ છોડી દીધી છે.


વિકી કૌશલ અભિનીત ‘છાવા’ એક ઐતિહાસિક એક્શન ફિલ્મ છે, જે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉટેકરે કર્યું છે અને દિનેશ વિજને તેનું નિર્માણ કર્યું છે. ‘છાવા’ શિવાજી સાવંતના મરાઠી નવલકથા ‘છાવા’ પર આધારિત છે. ‘છાવા’નું ટ્રેલર 22 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થયું હતું, અને ફિલ્મ 14 જાન્યુઆરી, 2025થી થિયેટરોમાં પ્રદર્શિત થઈ રહી છે.આ ફિલ્મમાં વિકી કૌશલની અભિનય ક્ષમતાઓ અને ઐતિહાસિક પાત્રને જીવંત કરવા માટેની તેમની મહેનત સ્પષ્ટ જોવા મળે છે. ‘છાવા’માં તેમની કામગીરી દર્શકો અને સમીક્ષકો બંને દ્વારા પ્રશંસિત થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More