Site icon

Chiranjeevi guinness book: આ કારણે ગિનિસ બુક માં નોંધાયું સાઉથ ના દિગ્ગ્જ અભિનેતા ચિરંજીવી નું નામ, બોલિવૂડ ના મિસ્ટર પર્ફેકટનીસ આમિર ખાને તેના વિશે કહી આવી વાત

Chiranjeevi guinness book: સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી નું નામ ગિનિસ બુક માં નોંધાયું છે. બોલિવૂડ ના મિસ્ટર પર્ફેકટનીસ આમિર ખાને અભિનેતા ને એવોર્ડ અર્પણ કર્યો હતો. અને તેમના વિશે આવી વાત કરી હતી.

chiranjeevi awarded the guinness book of world record by aamir khan

chiranjeevi awarded the guinness book of world record by aamir khan

News Continuous Bureau | Mumbai 

Chiranjeevi guinness book: ચિરંજીવી સાઉથ નો સુપરસ્ટાર છે. સાઉથ સિવાય ચિરંજીવીએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાહકો તેને પ્રેમથી મેગાસ્ટાર કહે છે. હવે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી નું નામ ગિનિસ બુક માં નોંધાયું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ના પ્રતિનિધિ અને આમિર ખાને ચિરંજીવીને આ પ્રમાણપત્ર આપ્યું હતું. ચિરંજીવીએ 22 સપ્ટેમ્બર 1978ના રોજ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  The family man 3: ધ ફેમિલી મેન ના ચાહકો માટે સારા સમાચાર, સીઝન 3 ના નાગાલેન્ડ ના સેટ ની તસવીર આવી સામે, આ દિવસે રિલીઝ થશે મનોજ બાજપેયી ની વેબ સિરીઝ

ચિરંજીવી નું નામ ગિનિસ બુક માં નોંધાયું 

ચિરંજીવી ને છેલ્લા 45 વર્ષમાં તેમની 156 ફિલ્મોના 537 ગીતોમાં 24000 ડાન્સ મૂવ્સ કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. ચિરંજીવી ને આપવામાં આવેલ સર્ટિફિકેટ માં લખ્યું છે કે, “અભિનેતા/નૃત્યાંગના કોનિડેલા ચિરંજીવી ઉર્ફે મેગાસ્ટાર ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ ફિલ્મ સ્ટાર છે. તેણે 20 સપ્ટેમ્બર 2024ના રોજ આ સિદ્ધિ મેળવી છે.” બોલિવૂડ ના મિસ્ટર પર્ફેકટનીસ આમિર ખાને પોતે ગિનીસ બુકના અધિકારીઓ સાથે ચિરંજીવીને આ એવોર્ડ આપ્યો હતો.


આમિર ખાને ચિરંજીવી ના અભિનય અને ડાન્સ ના વખાણ કર્યા હતા આ ઉપરાંત તેને ચિરંજીવી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અહીં આવવું એ મારા માટે આનંદ અને સન્માનની વાત છે. ચિરંજીવી ગરુના ચાહકોને જોઈને હું ખુશ છું. મને તમારી વચ્ચે સામેલ કરવા બદલ આપ સૌનો આભાર, કારણ કે હું પણ તેનો મોટો પ્રશંસક છું.’ચિરંજીવીએ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આમિર ખાનને ખાસ ભેટ પણ આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version