News Continuous Bureau | Mumbai
Makar sankranti: નવી દિલ્હીમાં તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીના નિવાસસ્થાને મકરસંક્રાંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઉપરાંત આ કાર્યક્રમ માં અભિનેતા ચિરંજીવી અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ એ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઘણી અન્ય જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. આ ઉજવણીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી સ્થળ પર પહોંચતા અને તુલસી માતા ની પૂજા કરતા જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: Tiku Talsania Heart Attack : ટેલીવિઝન જગતના આ દિગ્ગજ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ..
પીએમ મોદી સાથે જોવા મળ્યો ચિરંજીવી
સોશિયલ મીડિયા પર વાયરલ જોવા મળી રહ્યું છે કે, ચિરંજીવી પીએમ નરેન્દ્ર મોદી સાથે ચાલી રહ્યો છે. પીએમ મોદી સૌ પ્રથમ તુલસી માતા ની પૂજા કરી હતી અને ત્યારબાદ તેમને ગાય ને કેળા પણ ખવડાવ્યા હતા. પીએમ મોદીએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી. ગાયિકા સુનિતાએ પણ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. ઉદ્ઘાટન પછી, તેમણે એક ખાસ પ્રદર્શન પણ આપ્યું અને ત્યાં હાજર લોકોનું મનોરંજન કર્યું. આ ઉપરાંત, ઘણા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન પણ યોજાયા હતા.
#WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi.
Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.
(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG
— ANI (@ANI) January 13, 2025
મીડિયા રિપોર્ટ મુજબ ચિરંજીવી અને પીવી સિંધુ સાથે, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મકરસંક્રાંતિ એ પાકનો તહેવાર છે. આ તહેવાર વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. એ જ રીતે, આ કાર્યક્રમમાં દરેક રાજ્યના સંક્રાંતિ ઉજવણીની ઝલક પણ જોવા મળી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)