Site icon

Chrisann pereira શારજાહ જેલમાંથી છૂટીને મુંબઈ પહુંચી ક્રિસન પરેરા, આ કેસમાં થઇ હતી અભિનેત્રીની ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી ક્રિસન પરેરા 1 એપ્રિલથી સંયુક્ત આરબ અમીરાત ની શારજાહ જેલમાં બંધ હતી. અભિનેત્રીની ડ્રગ સ્મગલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, મહિનાઓ પછી, ક્રિસન પરેરાને મુક્ત કરવામાં આવી છે.

chrisann pereira released from sharjah jail was held in drugs case

chrisann pereira released from sharjah jail was held in drugs case

News Continuous Bureau | Mumbai 

Chrisann pereira બોલિવૂડ અભિનેત્રી ક્રિસન પરેરા દુબઈ જેલમાંથી મુક્ત થયા બાદ ગુરુવારે ભારત પરત ફરી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના શારજાહ એરપોર્ટ પર ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.મહેશ ભટ્ટની સડક 2માં કામ કરનાર પરેરાની 1 એપ્રિલે શારજાહ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે એક વેબ સિરીઝ માટે ઓડિશન આપવા ગઈ હતી. પરંતુ ત્યાં તેની ડ્રગ ના નકલી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં સાબિત થયું હતું કે પરેરાને કેસમાં ફસાવવામાં આવી હતી. આ પછી તેને જેલમાંથી મુક્ત કરવાની સૂચના આપવામાં આવી હતી. તે લગભગ એક મહિનાથી શારજાહ જેલમાં બંધ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Azadi Ka Amrit Mahotsav : સુરતમાં રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે, આ તારીખથી યોજાશે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન..

કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ થયા બાદ ભારત આવી ક્રિસન પરેરા

મામલાની તપાસ કર્યા પછી, શારજાહ પ્રશાસને તેણીને છોડી દીધી હતી પરંતુ કાયદાકીય ઔપચારિકતાઓને કારણે, તે તરત પરત ફરી શકી ન હતી. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ થયા બાદ યુએઈ પ્રશાસને પરેરાને ભારત જવાની મંજૂરી આપી હતી.અધિકારીઓનું કહેવું છે કે પરેરા હવે મુંબઈ પરત ફરી છે. તે મુંબઈ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળશે. યુએઈમાં પરેરાની ધરપકડ બાદ, એન્થોની પોલ અને તેના મિત્ર રાજેશ ઉર્ફે રવિ બોભાટેએ તેની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તેની માતા પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
મુંબઈ પોલીસે આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો UAE પ્રશાસનને મોકલ્યા હતા, ત્યારબાદ પરેરાને મુક્ત કરવામાં આવી હતી. જૂનમાં, મુંબઈ પોલીસે પૉલ, ભોબેટે અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ ડ્રગ્સના કેસમાં પરેરાને ફસાવવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી.

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version