News Continuous Bureau | Mumbai
Rashid khan death: પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક રાશિદ ખાનનું 55 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર બહાર આવતા જ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર તેઓ લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. તેમની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેઓ કેન્સર સામેની જંગ હારી ગયા અને દુનિયા ને અલવિદા કહી દીધુ. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Shweta tiwari: શ્વેતા તિવારી ની થઇ સિંઘમ અગેઇન માં એન્ટ્રી, રોહિત શેટ્ટી ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા
રાશિદ ખાન નું નિધન
તમને જણાવી દઈએ કે ગાયક ઉસ્તાદ રાશિદ ખાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. લોકપ્રિય થયેલું ગીત છે ‘જબ વી મેટ’નું ‘આઓગે જબ તુમ ઓ સજના’ આ સિવાય તેમને ‘માય નેમ ઈઝ ખાન’ ‘રાઝ 3’, ‘કાદંબરી’, ‘શાદી મેં જરૂર આના’, જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.