Site icon News Continuous Bureau | Mumbai

Cocktail 2: ‘શાહિદ કપૂરનો ડેશિંગ લુક અને કૃતિ-રશ્મિકાનું ગ્લેમર: ‘કોકટેલ 2’ ના ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.

Cocktail 2: હોમી અદાજણિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ 2’ ના પાત્રોના નામ જાહેર; ટૂંક સમય માં રિલીઝ થશે ફિલ્મનું પહેલું ગીત ‘જબ તલક’.

Cocktail 2: Kirti Sanon, Rashmika Mandanna, and Shahid Kapoor's stylish look revealed.

Cocktail 2: Kirti Sanon, Rashmika Mandanna, and Shahid Kapoor's stylish look revealed.

News Continuous Bureau | Mumbai

Cocktail 2: શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનન સ્ટારર ‘કોકટેલ 2’  આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. વર્ષ 2012માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની હિટ ફિલ્મ ‘કોકટેલ’ ના ડિરેક્ટર હોમી અદાજણિયા જ આ બીજા ભાગનું નિર્દેશન કરી રહ્યા છે. તાજેતરમાં મેકર્સે આ ફિલ્મની સ્ટાર કાસ્ટના પાત્રોના નામ જાહેર કરવાની સાથે જ ફિલ્મના પ્રથમ ગીત અંગે મોટી જાહેરાત કરી છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.ફિલ્મ ‘ધુરંધર 2’ સાથે ‘કોકટેલ 2’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના બિલકુલ નવા અને સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તો આ લુકને જોઈને એવી કમેન્ટ કરી છે કે મેકર્સે બોલિવૂડ ફિલ્મમાં હોલીવુડનો તડકો લગાવી દીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી

પાત્રોના નામ પરથી ઉંચકાયો પડદો

મેડક ફિલ્મ્સ  દ્વારા શેર કરવામાં આવેલી વિગતો મુજબ, કૃતિ સેનન આ ફિલ્મમાં ‘એલી’ (Ellie) ના રોલમાં જોવા મળશે, જ્યારે રશ્મિકા મંદાના ‘દિયા’ (Diya) નું પાત્ર ભજવી રહી છે. આ બંનેની વચ્ચે શાહિદ કપૂર ‘કુણાલ’ (Kunal) ના રોલમાં જોવા મળશે. મેકર્સે આ ત્રણેયના કેરેક્ટર પોસ્ટર શેર કરીને ચાહકોને આ ‘ગેંગ’ સાથે મુલાકાત કરાવી છે.


ફિલ્મ રિલીઝ થવાને હજુ બે મહિનાની વાર છે.‘કોકટેલ 2’ નું શૂટિંગ જાન્યુઆરી 2026 માં પૂર્ણ થઈ ગયું હતું. દિગ્દર્શક હોમી અદાજણિયાએ સોશિયલ મીડિયા પર સેટ પરથી એક ખુશનુમા તસવીર શેર કરી હતી, જેમાં આખી ટીમ કેક કાપીને ઉજવણી કરતી જોવા મળી હતી. દિનેશ વિજયન દ્વારા નિર્મિત આ ફિલ્મ 19 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version