News Continuous Bureau | Mumbai
Cocktail 2 Release Date Out: બોલિવૂડની વર્ષ 2012ની સુપરહિટ ફિલ્મ ‘કૉકટેલ’ ની સિક્વલ ‘કૉકટેલ 2’ ને લઈને ચાહકોમાં લાંબા સમયથી ઉત્સુકતા હતી. મેડૉક ફિલ્મ્સ દ્વારા આખરે ફિલ્મની રિલીઝ ડેટ અને મુખ્ય કલાકારોના ફર્સ્ટ લુક પોસ્ટર્સ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણના સ્થાને શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાની ફ્રેશ જોડી જોવા મળશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટર્સમાં ત્રણેય કલાકારો મજેદાર રોડ ટ્રિપનો આનંદ માણતા દેખાઈ રહ્યા છે.નિર્દેશક હોમી અદાજાનિયા, જેમણે પહેલી ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, તેઓ જ આ સિક્વલની કમાન સંભાળી રહ્યા છે. સામે આવેલા પોસ્ટર્સ ફિલ્મના વાઈબ્રન્ટ અને યુવા મિજાજને દર્શાવે છે, જે જૂની કૉકટેલની યાદ અપાવવામાં સફળ રહ્યા છે. ફિલ્મના પ્લોટ વિશે અત્યારે ગુપ્તતા જાળવવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : Kritika Kamra Gaurav Kapoor Wedding: ક્રિતિકા કામરા બની ગૌરવ કપૂરની દુલ્હન: ન મહેંદી, ન ભારે લહેંગો, માત્ર લાલ સાડીમાં સાદગીભર્યા લગ્નએ જીત્યા ફેન્સના દિલ
ક્યારે રિલીઝ થશે ‘કૉકટેલ 2’?
મેડૉક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, ‘કૉકટેલ 2’ આગામી 19 જૂન 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના મેકર્સ દ્વારા શાહિદ, કૃતિ અને રશ્મિકાના જે પોસ્ટર્સ શેર કરવામાં આવ્યા છે, તેમાં ત્રણેય સિતારાઓની કૂલ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે 31 જાન્યુઆરી 2026 ના રોજ પૂરું થઇ ગયું હતું, જેની ઉજવણીની તસવીરો પણ હોમી અદાજાનિયાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ફિલ્મના પોસ્ટર્સ સાથે મેકર્સે એક રસપ્રદ સસ્પેન્સ પણ રાખ્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘વધારે માહિતી માટે, આ બુધવારે 18 માર્ચે સિનેમાઘરોમાં પહોંચો.’ નોંધનીય છે કે 18 માર્ચે ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar 2) ના પેઇડ પ્રીવ્યુ શો યોજાઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે ‘કૉકટેલ 2’ નો પહેલો સત્તાવાર પ્રોમો કે ટીઝર ‘ધુરંધર 2’ ની સ્ક્રીનિંગ દરમિયાન મોટા પડદા પર બતાવવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)