Site icon News Continuous Bureau | Mumbai

રણવીર સિંહની ફિલ્મ ’83’ રિલીઝ પહેલા મુશ્કેલીમાં મુકાઈ, દીપિકા સહિત અન્ય નિર્માતાઓ સામે કેસ નોંધાયો; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ '83' રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં છે. UAE સ્થિત ફાઇનાન્સર કંપનીએ મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટમાં ફિલ્મ '83'ના ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ ષડયંત્ર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે, જેમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 405, 406, 415, 418, 420 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદમાં દીપિકા પાદુકોણ ઉપરાંત સાજિદ નડિયાદવાલા, કબીર ખાન, ફેન્ટમ ફિલ્મ્સ અને અન્ય ચાર લોકોના નામ સામેલ છે. ખબર આવી છે કે દીપિકા આ ​​ફિલ્મના નિર્માતાઓમાંની એક છે. FZE એ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં રોકાણ અંગે વિબ્રી મીડિયા સાથે વાતચીત થઈ હતી.આ વાતચીત દરમિયાન વિબ્રી મીડિયાએ વચન આપ્યું હતું કે તેમને સારું વળતર મળશે. આના બદલામાં તેણે 16 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ મેકર્સે ફિલ્મના રાઇટ્સ આપવામાં છેતરપિંડી કરી હતી. FZE માને છે કે તેમના દ્વારા રોકાણ કરાયેલા નાણાં ફિલ્મ '83'ના પ્રમોશનમાં ખર્ચવામાં આવ્યા હતા અને આ માટે તેમની સંમતિ લેવામાં આવી ન હતી.

FZE તરફથી હાજર રહેલા એડવોકેટ એ કહ્યું, "હા, એ વાત સાચી છે કે મારા અસીલે ફિલ્મ '83'ના તમામ નિર્માતાઓ વિરુદ્ધ કાવતરું અને છેતરપિંડી માટે ફરિયાદ નોંધાવી છે. મારા અસીલ પાસે કાયદાકીય પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. નિર્માતાઓ સમક્ષ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ મારા અસીલની વાત સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. હવે આ મામલે કોર્ટ નિર્ણય કરશે.

રામ ચરણ-જુનિયર NTRનું ‘RRR’ ટ્રેલર થયું રિલીઝ, એક્શનથી ભરપૂર હશે રાજામૌલીની ફિલ્મ; જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ '83'માં રણવીર સિંહે પૂર્વ ક્રિકેટર કપિલ દેવનો રોલ કર્યો છે. તેમજ, દીપિકા પાદુકોણે તેની પત્નીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતવાની વાર્તા બતાવવામાં આવશે, જે વર્ષ 1983માં બની હતી. તે કબીર ખાન દ્વારા નિર્દેશિત છે અને ફિલ્મ 24 ડિસેમ્બર, 2021 ના ​​રોજ થિયેટરોમાં આવશે.

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version