Site icon

ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ રણવીર સિંહ મુશ્કેલીમાં મૂકાયો-અભિનેતા વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને (Ranveer Singh nude photoshoot)કારણે ચર્ચામાં છે. આ ફોટાઓને કારણે તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક સામાજિક સંગઠનો રણવીર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર વિરુદ્ધ મુંબઈમાં(Mumbai) પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, મુંબઈ સ્થિત બિન-સરકારી સંસ્થા (NGO) એ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં(Chembur police station) રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહનો ન્યૂડ ફોટો એવી રીતે લેવામાં આવ્યો છે કે તેને જોઈને કોઈપણ મહિલા, પુરુષ શરમ અનુભવે.

Join Our WhatsApp Community

રણવીર સિંહની તસવીરો વાયરલ થયા બાદ એક એનજીઓએ અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લખ્યું છે- 'અમે 6 વર્ષથી બાળકો અને વિધવાઓના સારા ભવિષ્ય માટે એક થઈને કામ કરી રહ્યા છીએ. અમે ગયા અઠવાડિયે રણવીર સિંહના નગ્ન વાયરલ ફોટા જોયા. આ તસવીરો જે રીતે લેવામાં આવી છે તે જોઈને કોઈપણ સ્ત્રી અને પુરુષ શરમ અનુભવશે.તેમજ, ઇન્દોરની(Indore) એક સામાજિક સંસ્થાએ રણવીર સિંહના નગ્ન ફોટાનો અલગ રીતે વિરોધ કર્યો હતો. સંગઠને વિરોધ કરતાં કપડાં એકઠા કર્યા અને કહ્યું- તેને રણવીર સિંહને મોકલવામાં આવશે. એક સામાજિક કાર્યકરે કહ્યું- આ પ્રકારનું ન્યૂડ ફોટોશૂટ (nude photoshoot)રણવીર સિંહની માનસિકતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, ઈન્દોરના એક પોલીસ સ્ટેશન (Indore police station)વિસ્તારમાં મહિલાઓએ કપડાં ભેગા કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : 12 વર્ષ બાદ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ થી પરત ફરી રહ્યો છે બોલિવૂડ નો આ અભિનેતા- પહેલીવાર સાસુ સાથે શેર કરશે સ્ક્રીન

થોડા દિવસો પહેલા રણવીર સિંહે એક મેગેઝીનના કવર માટે ન્યૂડ ફોટોશૂટ(magazine cover) કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફોટા આવતાની સાથે જ તે ટ્રોલ થવા લાગ્યો.તથા મીમ્સ વાયરલ થયા અને પછી ઘણા સેલેબ્સ રણવીર સિંહના સમર્થનમાં સામે આવ્યા. સાથે જ આ ફોટોશૂટને લઈને મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version