ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
કંગના રાનાઉત અને શિવસેના, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને બીએમસી વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બીએમસી દ્વારા કંગનાની ઓફિસ પર કરવામાં આવેલી તોડક કાર્યવાહીનો મામલો હાલ બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન, મુંબઈના એક વકીલ દ્વારા કંગના રનૌત સામે ફરિયાદ નોંધાઈ છે. કંગના સામે મુંબઇના વિક્રોલી અને દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. આ ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ 499 હેઠળ નોંધવામાં આવી છે. તે બદનામીનો કેસ છે. એટલે કે માનહાનિની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
વકીલે ફરિયાદમાં કંગનાના નિવેદનને ટાંક્યું છે, જેમાં કંગનાએ એક વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે "તમને શું લાગે છે ઉદ્ધવ ઠાકરે? તમે માફિયા સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લીધો છે? આજે મારું ઘર તૂટી ગયું છે, કાલે તમારું ઘમંડ તૂટી જશે. આ સમયનું ચક્ર છે છે, યાદ રાખો સમય હંમેશાં સરખો નથી હોતો." કંગનાએ આ વીડિયોમાં કહ્યું છે કે, "… અને મને લાગે છે કે તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કારણ કે મને ખબર તો હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતિ હશે, પરંતુ આજે મે અનુભવ્યુ છે. હું દેશવાસીઓને વચન આપું છું કે હું ફક્ત અયોધ્યા પર જ નહીં પરંતુ કાશ્મીર ઉપર પણ એક ફિલ્મ બનાવીશ અને દેશવાસીઓને જગાડીશ." ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા છે, આ જે આતંક છે, સારુ થયુ, આ મારી સાથે થયુ કારણ કે આનો કોઈ અર્થ છે, જય હિંદ, જય મહારાષ્ટ્ર.”
આ વીડિયોમાં અપાયેલા નિવેદનના આધારે વકીલે કેસ નોંધવા જણાવ્યું છે. જોકે, હજુ સુધી આ કેસ નોંધ્યો નથી. ફક્ત ફરિયાદ નોંધાઈ છે.
