Shahrukh, Ajay and Tiger: કાનૂની પેચ માં ફસાયા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ, આ મામલે ત્રણેય ને મળી નોટિસ

Shahrukh, Ajay and Tiger: શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ ને વિમલ પાન મસાલા ની એડ કરવી ભારે પડી છે. વિમલ પાન મસાલાની જાહેરાત 'દાને દાને મેં હૈ કેસર કા દમ' ની ટેગલાઇનને લઈને એક વકીલે ત્રણેય ને નોટિસ મોકલી છે.

by Zalak Parikh
consumer court issues notice to shahrukh khan ajay devgn tiger shroff

News Continuous Bureau | Mumbai

Shahrukh, Ajay and Tiger: બોલિવૂડ સુપરસ્ટાર્સ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ કાનૂની પેચ માં ફસાયા છે. જયપુર કન્ઝ્યુમર ફોરમે વિમલ પાન મસાલાની વિવાદાસ્પદ જાહેરાત અંગે આ ત્રણેય કલાકારોને નોટિસ ફટકારી છે. તેમજ તેમને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલો જાહેરાતની ટેગલાઇન, દાને દાને મેં હૈ કેસર કા દમ’ સંબંધિત છે. આ ટેગલાઇનને ગેરમાર્ગે દોરનારી ગણાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Virat hugs Anushka: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા સાથે પહેલા કર્યું આ કામ, કપલ નો વિડીયો થયો વાયરલ

શાહરુખ, અજય અને ટાઇગર ને મળી નોટિસ 

જયપુર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે ફક્ત આ શાહરુખ, અજય અને ટાઇગર ને જ નહીં પરંતુ વિમલ પાન મસાલાના ઉત્પાદકોને પણ નોટિસ ફટકારી છે. આ નોટિસ માં, કલાકારો અને કંપનીને 19 માર્ચે રૂબરૂ અથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વકીલ એ ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરી. તેમણે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે વિમલ પાન મસાલાની જાહેરાતમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે તેના દરેક દાણામાં કેસરની શક્તિ છે, જ્યારે કેસરની કિંમત આસમાને પહોંચી રહી છે જાહેરાતમાં વપરાયેલી ટેગલાઇન ‘દાને-દાને મેં હૈ કેસર કા દમ’ ને કારણે કંપનીએ કરોડો રૂપિયા કમાયા છે, પરંતુ આ જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. વકીલ એ કોર્ટ પાસે માંગ કરી છે કે આ કલાકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જાહેરાત તાત્કાલિક દૂર કરવામાં આવે.જો કે આ મામલે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફમાંથી કોઈએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More