ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
મનોજ બાજપાઈની વેબ સિરીઝ ‘ધ ફૅમિલી મૅન 2’નું બુધવારે ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ‘ધ ફેમિલી મૅન 1’ ક્રાઇમ આધારિત વેબ સિરીઝ હતી અને એનો પાર્ટ ટુ પણ ક્રાઇમ આધિરત છે. આ સિરીઝમાં શ્રીલંકામાં પોતાના હિતની લડાઈ લડતાં તામિલ વિદ્રોહીઓ ઇસ્લામિક આતંકી સંસ્થા સાથે જોડાઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેને લઈને આ બબાલ થઈ છે. વાત એમ છે કે દક્ષિણ ભારતમાં ટ્રેલરને લઈને લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર એને ‘તામિલવિરોધી’ વેબ સિરીઝ કહેવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ વેબ સિરીઝ રિલીઝ ક્યારે થાય છે.
