News Continuous Bureau | Mumbai
Asha Bhosle Tribute In Pakistan: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું છે, પરંતુ પાકિસ્તાન સરકારના એક નિર્ણયે વિવાદ ઉભો કર્યો છે. પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ ‘જિયો ન્યૂઝ’ (Geo News) એ આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો, જેના પગલે પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ ચેનલને કારણ બતાવો નોટિસ ફટકારી છે.આશા ભોંસલે જેવા કલાકારો સરહદોના મોહતાજ નથી હોતા, છતાં પાકિસ્તાન સરકારે કલા અને સંગીતને રાજનીતિના ચશ્માથી જોતા આ કડક પગલું ભર્યું છે.
આ સમાચાર પણ વાંચો : IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
ગીતો અને ફિલ્મી સીન બતાવવા બદલ વાંધો
PEMRA દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે ચેનલે આશા ભોંસલેના નિધનના સમાચાર દરમિયાન ભારતીય ગીતો અને ફિલ્મોના દ્રશ્યો બતાવ્યા હતા.નોટિસ મુજબ, આ પ્રસારણ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના ૨૦૧૮ના એ આદેશનું ઉલ્લંઘન છે, જેમાં પાકિસ્તાની ટીવી ચેનલો પર ભારતીય કન્ટેન્ટના પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જિયો ન્યૂઝના સીઈઓ મીર ઈબ્રાહિમ રહેમાનને ૨૭ એપ્રિલે હાજર થવા આદેશ અપાયો છે અને ૧૪ દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે.
PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.
It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026
જિયો ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર અઝહર અબ્બાસે સોશિયલ મીડિયા પર આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે:”પ્રતિષ્ઠિત કલાકારોના કાર્યોને યાદ કરવા અને તેમની પ્રશંસા કરવી એ હંમેશાથી એક પરંપરા રહી છે. વાસ્તવમાં આશા ભોંસલે જેવી મહાન કલાકાર માટે અમારે તેમના વધુ ગીતો બતાવવા જોઈતા હતા, પરંતુ પાકિસ્તાનના નિયામક PEMRA એ તેને પ્રતિબંધિત કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.”૯૨ વર્ષની વયે આશા ભોંસલેના નિધન બાદ પાકિસ્તાનના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ સરકારના આ પ્રકારના વલણથી ત્યાંના કલા જગતમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સંગીત કોઈ એક દેશનું નથી હોતું, છતાં પાકિસ્તાન સરકાર આવા સમયે પણ પોતાની સંકુચિત માનસિકતા દર્શાવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)