Site icon

‘ગદર 2’ની અભિનેત્રી ની મુશ્કેલી વધી!અમીષા પટેલ વિરુદ્ધ કોર્ટે જારી કર્યું વોરંટ, જાણો સમગ્ર મામલો

ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ગદર 2’ માં જોવા મળનાર અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. 2.5 કરોડની છેતરપિંડીના આરોપી અમીષા પટેલ વિરુદ્ધ કોર્ટે વોરંટ જારી કર્યું છે

court issued warrant against ameesha patel in a fraud and cheque bounce case

'ગદર 2'ની અભિનેત્રી ની મુશ્કેલી વધી!અમીષા પટેલ વિરુદ્ધ કોર્ટે જારી કર્યું વોરંટ, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

જ્યાં બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ લાંબા સમયથી સિનેજગતથી દૂર છે, તો બીજી તરફ તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. જો કે આ દરમિયાન અમીષા ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. રાંચીની સિવિલ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. આ સમગ્ર મામલો ચેક બાઉન્સ અને છેતરપિંડી સાથે જોડાયેલો છે.

Join Our WhatsApp Community

 

જાણો શું છે મામલો 

રાંચીના રહેવાસી અજય કુમારે અમીષા પટેલ અને તેના એક બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ફરિયાદ અનુસાર, અજયે અમીષાના કહેવા પર ફિલ્મ ‘દેસી મેજિક’ માટે અભિનેત્રી ના ખાતામાં 2.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ફિલ્મ 2013માં શરૂ થવાની હતી પરંતુ આજ સુધી બની નથી. આ પછી, જ્યારે અજયે તેના પૈસાની માંગણી કરી, ત્યારે તેને લાંબા સમય સુધી દિલાસો આપવામાં આવ્યો કે ફિલ્મ શરૂ થતાં જ તેને વ્યાજ સાથે પૈસા પાછા મળી જશે. ઘણી વખત કહેવા પછી, અજયને અમીષા તરફથી 2 ચેક આપવામાં આવ્યા હતા. અમીષાએ અજયને 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો. આ પછી અજય અમીષા વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યો અને કેસ નોંધ્યો. મળતી માહિતી મુજબ અભિનેત્રી વિરુદ્ધ CrPCની કલમ 420 અને 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

15 એપ્રિલે છે કેસ ની આગામી તારીખ 

જણાવી દઈએ કે આ મામલો નવો નથી, જ્યારે અમીષા અગાઉ પણ સમાચારોમાં રહી ચૂકી છે. તે જ સમયે, મીડિયા હાઉસ ના એક અહેવાલ મુજબ, કોર્ટે અમીષા અથવા તેના વકીલ તારીખ પર ન પહોંચવા પર પણ નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે હવે આ કેસની આગામી તારીખ 15મી એપ્રિલ છે અને જોવાનું રહેશે કે અમીષા આ વખતે કોર્ટમાં પહોંચે છે કે નહીં.

Kantara Chapter 1 Trailer: ‘કાંતારા ચેપ્ટર 1’ ટ્રેલર થયું રિલીઝ,ઋષભ શેટ્ટી ના ખતરનાક અંદાજથી દુશ્મનો પણ ડરી ગયા
The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ
Mardaani 3 Poster Out: નવરાત્રી ના પાવન અવસર પર રિલીઝ થયું મર્દાની 3 નું પોસ્ટર, એક્શન મોડ માં જોવા મળી રાની મુખર્જી
Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો
Exit mobile version