Site icon

‘ધ વેક્સીન વોર’માં થઇ આ સુંદર અભિનેત્રી ની એન્ટ્રી,વિવેક અગ્નિહોત્રી એ વીડિયો શેર કરી આપ્યો પરિચય

વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે હવે ફિલ્મની કાસ્ટમાં રાયમા સેનનું નામ પણ જોડાઈ ગયું છે. હાલમાં જ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી છે.

actress raima sen joined cast of the vaccine war vivek agnihotri shared video

'ધ વેક્સીન વોર'માં થઇ આ સુંદર અભિનેત્રી ની એન્ટ્રી,વિવેક અગ્નિહોત્રી એ વીડિયો શેર કરી આપ્યો પરિચય

News Continuous Bureau | Mumbai

 ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની શાનદાર સફળતા પછી, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ‘ધ વેક્સીન વોર’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ શરૂ થયું છે. આ દરમિયાન વિવેકે ફિલ્મને લગતું એક મોટું અપડેટ આપ્યું છે.

Join Our WhatsApp Community

 

ધ વેક્સીન વોર માં થઇ રાયમા સેન ની એન્ટ્રી 

ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે હવે ફિલ્મની કાસ્ટમાં રાયમા સેનનું નામ પણ જોડાઈ ગયું છે. હાલમાં જ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રાયમાનો પરિચય કરાવતો જોવા મળે છે અને કહે છે કે અભિનેત્રી પણ હવે ફિલ્મનો ભાગ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નાના પાટેકર અને અનુપમ ખેર જેવા જાણીતા કલાકારો પણ જોવા મળવાના છે.’ધ વેક્સીન વોર’ પહેલા વિવેકે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

ધ વેક્સીન વોર ની વાર્તા 

ફિલ્મની વાર્તા કોરોનાની રસીની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ COVID-19 રોગચાળાના અનિશ્ચિત સમયમાં તબીબી સમુદાય અને વૈજ્ઞાનિકોના સમર્પણને શ્રદ્ધાંજલિ તરીકે સમર્પિત છે. આ ફિલ્મ આ દશેરાએ હિન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, ભોજપુરી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી અને મરાઠીમાં રિલીઝ થવાની છે. 

આ સમાચાર પણ વાંચો: ફરી પ્રેમ માં પડી ડ્રામા ક્વીન રાખી સાવંત! , દુબઈમાં મળ્યો નવો બોયફ્રેન્ડ, આદિલ થી છૂટાછેડા પર કહી આ વાત

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version