Daadi Ki Shaadi Movie Review| સ્ક્રીન પર છવાઈ ગઈ ‘દાદી’! નીતુ કપૂરની શાનદાર એક્ટિંગ અને કપિલની કોમેડીનો જાદુ, વાંચો કેમ જોવી જોઈએ આ ફિલ્મ

Daadi Ki Shaadi Movie Review| ટ્રેલર કરતા ફિલ્મની વાર્તા નીકળી અલગ; સાફસુથરી કોમેડી અને ફેમિલી વેલ્યુઝ ફિલ્મની તાકાત, પણ સ્લો સ્ક્રીનપ્લે નડ્યો.

by Zalak Parikh
Daadi Ki Shaadi Movie Review| સ્ક્રીન પર છવાઈ ગઈ ‘દાદી’! નીતુ કપૂરની શાનદાર એક્ટિંગ અને કપિલની કોમેડીનો જાદુ, વાંચો કેમ જોવી જોઈએ આ ફિલ્મ

 

News Continuous Bureau | Mumbai

Daadi Ki Shaadi Movie Review| કપિલ શર્મા અને નીતુ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દાદી કી શાદી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જોકે ફિલ્મનું ટ્રેલર જોઈને એવું લાગતું હતું કે આખી વાર્તા રિવિલ થઈ ગઈ છે, પરંતુ નિર્દેશક આશિષ આર મોહને ફિલ્મમાં અનેક સરપ્રાઈઝ જાળવી રાખ્યા છે. આ એક એવી ફિલ્મ છે જે કોઈ મોટા સુપરસ્ટાર વિના પણ પોતાની વાર્તાના દમ પર પ્રેક્ષકોને પ્રભાવિત કરે છે.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મની વાર્તા દિલ્હીના ટોની કાલરા (કપિલ શર્મા) ની છે, જે ત્રણ વર્ષથી લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે. અંતે તેને કનિકા (સાદિયા ખતીબ) મળી જાય છે, પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કનિકાની દાદી વિમલા આહુજા (નીતુ કપૂર) સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની જાહેરાત કરે છે. દાદીના આ નિર્ણયથી પરિવારમાં હોબાળો મચી જાય છે અને દાદીના લગ્ન રોકવા માટે આખો પરિવાર શિમલા પહોંચે છે. શું દાદી પોતાના પ્રેમી કેપ્ટન આદિવિષ્ણુ રેડ્ડી (આર સરથકુમાર) સાથે લગ્ન કરી શકશે? તે જોવું રસપ્રદ છે.

મજબૂત કોમેડી અને શાનદાર એક્ટિંગ

ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની નેચરલ કોમેડી છે. આજકાલની ડબલ મિનિંગ કોમેડી વચ્ચે આ ફિલ્મ એકદમ સાફ-સુથરી અને ફેમિલી ફ્રેન્ડલી છે. કપિલ શર્મા પોતાના જૂના ફોર્મમાં પાછો ફર્યો હોય તેવું લાગે છે, તેના વન-લાઇન પંચ કમાલના છે. નીતુ કપૂર દાદીના રોલમાં ખૂબ જ સ્વીટ લાગે છે, જ્યારે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહેલી રિદ્ધિમા કપૂરે પણ સારું કામ કર્યું છે. યોગરાજ સિંહનો અલગ અવતાર પ્રેક્ષકો માટે મોટું સરપ્રાઈઝ સાબિત થાય છે.

ક્યાં રહી ગઈ કમી?

ફિલ્મની મુખ્ય નબળાઈ તેનો ૨.૩૦ કલાકનો રન-ટાઇમ છે. વાર્તા સિમ્પલ હોવા છતાં નિર્દેશકે તેને ખેંચી હોય તેવું લાગે છે, જેના કારણે ફર્સ્ટ અને સેકન્ડ હાફમાં કેટલીક જગ્યાએ ફિલ્મ બોરિંગ લાગે છે. સ્ક્રીનપ્લે થોડો ધીમો છે અને પ્લોટ પ્રિડિક્ટેબલ (આગળ શું થશે તેની ખબર પડી જાય તેવો) છે. જો ફિલ્મની લંબાઈ થોડી ઓછી હોત તો તે વધુ સારી એન્ટરટેઈનર બની શકી હોત. છતાં, પરિવાર સાથે જોવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.

👉 આ સમાચાર વાચો:
Ranbir Kapoor and Ajay Devgn| અજય દેવગણ અને રણબીર કપૂર 15 વર્ષ બાદ આવશે સાથે, લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે હાઈવોલ્ટેજ એક્શન

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More