Vinesh Phogat Dangal 2: વિનેશ ફોગાટ ના ઓલિમ્પિક સેમિફાઇનલ જીતતા ની સાથે જ ટ્રેન્ડ થયો આમિર ખાન, લોકો એ કરી આવી ડિમાન્ડ

Vinesh Phogat Dangal 2: વિનેશ ફોગાટે ઓલિમ્પિક સેમિફાઇનલ માં જીતી ને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર આમિર ખાન અને નિતેશ તિવારી ટ્રેન્ડ કરી રહ્યા છે.

by Zalak Parikh
dangal 2 and aamir khan trending after vinesh phogat historic win at paris olympic

News Continuous Bureau | Mumbai

Vinesh Phogat Dangal 2: વિનેશ ફોગાટે ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. તેણે પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલા કુસ્તી 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ડિવિઝન સ્પર્ધામાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. હવે સોશિયલ મીડિયા પર વિનેશ ફોગાટ ની સાથે સાથે આમિર ખાન પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આમિર ખાન સામે ડિમાન્ડ રાખી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Kajol birthday: કાજોલ એ તેના ફેન્સ અને પાપારાઝી સાથે આ રીતે મનાવ્યો તેનો જન્મદિવસ, જુઓ વાયરલ વિડીયો

આમિર ખાન થયો ટ્રેન્ડ 

વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં આ જીત હાંસલ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર હેશટેગ દંગલ 2 અને આમિર ખાન ટ્રેન્ડ થવા લાગ્યા.સોશિયલ મીડિયા યુઝર્સ હવે આમિર ખાન પાસે વિનેશ ના જીવન પર ફિલ્મ બનાવવાની માંગ કરી રહ્યા છે.


એક યુઝરે આમીર ખાન ને ટેગ કરતા લખ્યું, “આમીર ખાન સાહેબ, #દંગલ 2 નો સમય આવી ગયો છે #વિનેશફોગટ”


બીજાએ લખ્યું, “જો #VineshPhogat આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે છે, તો મને લાગે છે કે નીતિશ તિવારીએ #Dangal2 ની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. #SanyaMalhotra ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ એ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ ની પિતરાઈ બહેન છે.આમિર ખાને પહેલા જ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ પર ફિલ્મ દંગલ બનાવી ચુક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More