Danish Pandor ‘ધુરંધર’ ફેમ દાનિશ પંડોરની મોટી છલાંગ, આમિર ખાનની આગામી ફિલ્મ ‘લલકારા’ માં ભજવશે મહત્ત્વપૂર્ણ પાત્ર

Danish Pandor પાકિસ્તાની ગેંગસ્ટરના રોલથી લોકપ્રિય બનેલા અભિનેતા આમિર ખાનના મિત્રની ભૂમિકામાં દેખાશે, ક્રિકેટની લઈ રહ્યા છે ખાસ ટ્રેનિંગ લઈ રહ્યા છે

by Zalak Parikh
Danish Pandor  'ધુરંધર' ફેમ દાનિશ પંડોરની મોટી છલાંગ, આમિર ખાનની આગામી ફિલ્મ 'લલકારા' માં ભજવશે મહત્ત્વપૂર્ણ પાત્ર

 

News Continuous Bureau | Mumbai

Danish Pandor ફિલ્મ ‘ધુરંધર’ માં પાકિસ્તાની ગેંગસ્ટર ઉજૈર બલોચનું શાનદાર પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અભિનેતા દાનિશ પંડોર હવે સુપરસ્ટાર આમિર ખાનની આગામી ફિલ્મ ‘લલકારા’ માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

Danish Pandor – ફિલ્મ ‘ધુરંધર’ બાદ આમિર ખાનની આગામી ફિલ્મ ‘લલકારા’ માં એન્ટ્રી

અભિનેતા દાનિશ પંડોરે રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ થી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને ઘણા મોટા પ્રોજેક્ટ્સની ઓફર મળી હતી, પરંતુ તેમણે બોલિવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ ‘લલકારા’ ને પસંદ કરી છે. ફિલ્મમાં તેઓ આમિર ખાનના ખાસ મિત્રના રોલમાં નજર આવશે અને આ ફિલ્મ માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

Danish Pandor – ફિલ્મ માટે આમિર ખાન અને સિદ્ધાંત ગુપ્તા સાથે ક્રિકેટનું સઘન પ્રશિક્ષણ

આ આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ માટે આમિર ખાન, સિદ્ધાંત ગુપ્તા અને દાનિશ પંડોર ત્રણેય કલાકારો ક્રિકેટનું વ્યાવસાયિક પ્રશિક્ષણ લઈ રહ્યા છે. પોતાના પાત્રને ન્યાય આપવા માટે તમામ અભિનેતાઓ ફિઝિક્સ અને ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાન સ્વતંત્ર ભારતના પહેલા ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ લાલા અમરનાથની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Danish Pandor – નિર્દેશક આશુતોષ ગોવારીકર ના નિર્દેશનમાં નવેમ્બર ૨૦૨૬ થી શરૂ થશે શૂટિંગ

ફિલ્મ ‘લલકારા’ નું નિર્દેશન પ્રખ્યાત દિગ્દર્શક આશુતોષ ગોવારીકર કરી રહ્યા છે. આ ફિલ્મની પટકથા પિયુષ ગુપ્તા અને નીરજ સિંહ દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ તેમજ રાજકુમાર હીરાણી ફિલ્મના બેનર હેઠળ થઈ રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી નવેમ્બર ૨૦૨૬ થી ફ્લોર પર જવાની સંભાવના છે.

👉 આ સમાચાર વાચો:
Avengers Doomsday એવૅન્જર્સ ડૂમ્સડે એ રચ્યો ઇતિહાસ, રિલીઝના ૧૦૦ દિવસ પહેલા જ કરી નાખી કરોડોની કમાણી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More