Sitaare Zameen Par: તારે જમીન પર ના ઈશાન એ જોઈ સિતારે જમીન પર, આમિર ખાન ની ફિલ્મ નો રીવ્યુ આપતા દર્શિલ સફારી એ કહી આવી વાત

Sitaare Zameen Par: આમિર ખાન ની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને દર્શીલ સફારી એ ભાવુક શબ્દોમાં વખાણ કરતા કહ્યું- “મારું દિલ હવે વધુ ભરી ગયું છે”

by Zalak Parikh
Darsheel Safary Reviews Aamir Khan New Film Sitaare Zameen Par

News Continuous Bureau | Mumbai 

Sitaare Zameen Par: આમિર ખાન ની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’  ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના પ્રથમ દિવસે લગભગ 11 કરોડની ઓપનિંગ મળી હતી. હવે ‘તારે જમીન પર’ માં ઈશાનનો રોલ કરનાર દર્શીલ સફારી એ પણ આ ફિલ્મ નો રિવ્યૂ આપ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે “મારું દિલ હવે વધુ ભરી ગયું છે, નરમ અને ખુશ છે.”

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: સિતારે જમીન પર ના સ્ક્રીનિંગ માં એકદમ કુલ અંદાજ માં જોવા મળ્યો શાહરુખ ખાન, આમિર ખાન ને સપોર્ટ કરવા પહોંચ્યો હતો કિંગ ખાન

દર્શીલ સફારીએ આપ્યો ભાવુક રિવ્યૂ

દર્શીલ સફારીએ લખ્યું કે “આ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે, દિલથી અને હળવા અંદાજમાં આપણને આપણું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. તેમાં દયા કે જ્ઞાનની વાતો નથી, માત્ર હાજરી, મહેનત અને શક્તિની વાત છે.” તેણે દર્શકોને ફિલ્મ થિયેટરમાં જ જોવા માટે કહ્યું, “આ સ્ટ્રીમિંગ માટે નથી, આ ફિલ્મ તમારા આખા દિલની માંગ કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


તમને જણાવી દઈએ કે આમિર ખાને સિતારે જમીન પર નું સ્ક્રીનિંગ રાખ્યું હતું જેમાં તારે જમીન પર ના ઈશાન એટલે કે દર્શિલ સફારી એ પણ હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More