News Continuous Bureau | Mumbai
David beckham: લોકપ્રિય ફૂટબોલર ડેવિડ બેકહામ વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચ જોવા આવ્યો હતો. ત્યારબાદ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા એ પોતાના મુંબઈ ના ઘરે ડેવિડ બેકહામ ની વેલકમ પાર્ટી નું આયોજન કર્યું હતું. સોનમ કપૂર ની પાર્ટી માં હાજરી આપ્યા બાદ ડેવિડ બેકહામ શાહરુખ ખાન ના ઘર મન્નત માં પહોંચ્યો હતો. અહીં પણ શાહરુખ ખાને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે ડેવિડ બેકહામ ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં તેને સોનમ કપૂર અને શાહરુખ ખાન નો આભાર વ્યક્ત કર્યો છે.
ડેવિડ બેકહામ ની પોસ્ટ
ડેવિડ બેકહામ એ ભારત માંથી વિદાય લીધી છે. હવે ડેવિડ બેકહામે તેના ઇન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાન અને સોનમ કપૂર સાથેની તસવીર શેર કરી છે.આ પોસ્ટ માં ડેવિડ બેકહામે શાહરૂખ ખાનના ઘરે તેના ઉષ્માભર્યા સ્વાગત માટે તેમજ શાહરૂખ, ગૌરી ખાન અને તેમના બાળકો સુહાના ખાન અને આર્યન ખાન સાથે ડિનર શેર કરવાના અનુભવ ની પ્રશંસા કરી. આ ઉપરાંત ડેવિડ બેકહામે શાહરુખ ખાન અને તેના પરિવાર ને તેના ઘરે આવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમજ ડેવિડ બેકહામે સોનમ કપૂર અને આનંદ આહુજા નો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માન્યો અને કહ્યું કે તેઓ ભવિષ્યની મીટિંગ્સ માટે આતુર છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ડેવિડ બેકહામ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની સેમિફાઇનલ મેચ જોવા વાનખેડે સ્ટેડિયમ માં પહોંચ્યો હતો. આ દરમિયાન તેને ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. હવે ડેવિડે ભારત માંથી વિદાય લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan cryptic post: ઐશ્વર્યા રાય બચ્ચન પર ટિપ્પણી કરવા બદલ અબ્દુલ રઝાકે માંગી માફી, ત્યારબાદ અમિતાભ બચ્ચન ની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાયરલ