ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતમાં ડ્રગ્સના મામલે રિયા ચક્રવર્તીની 3 દિવસની પુછપરછ પછી મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. NDCP કાયદાની કલમ 8C, 20B, 27A અને 29 અંતર્ગત રિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી રિયાનું મેડીકલ ચેકઅપ કર્યા પછી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મુંબઇ સ્થિત અદાલત સમક્ષ રજુ કરવામાં આવી હતી.
જયાં રિયાની જામીન અરજી ફગાવી 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. હવે રિયાને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. જેલના નિયમ અનુસાર સુર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીની એન્ટ્રી કરવામાં આવતી નથી. તેથી રિયાને મંગળવારની રાત્રી રિયાએ એનસીબીની ઓફિસમાં વુમેન સેલમાં રાખવામાં આવી હતી અને આજે એનસીબી ઓફિસથી ભાયખલા જેલ ખસેડવામાં આવી હતી.
નોંધનીય છે કે રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તે ડ્રગ્સનું સેવન કરતી હતી. રિયાની જામીન અરજી પણ ફગાવી દેવાઈ છે. આ સાથે જ રિયાને સેશન કોર્ડમાં જામીન અરજી કરવા માટેની છૂટ અપાઈ છે. જેલમાં રિયાનો મેડિકલ ટેસ્ટ કરાઈને તેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.