News Continuous Bureau | Mumbai

dilip joshi-disha vakani: તારક મહેતા પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે દયા ભાભી અને જેઠાલાલ,દિલીપ જોષી અને દિશા વાકાણી ના વાયરલ ફોટા થી થયો ખુલાસો

દયા ભાભી અને જેઠાલાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સૌથી પ્રિય જોડી છે. દયા ભાભી અને જેઠાલાલનું પાત્ર ભજવતા દિશા વાકાણી અને દિલીપ જોષી તારક મહેતા અગાઉ પણ એક શો માં સાથે કામ કરી ચૂક્યા છે.

dilip joshi-disha vakani: તારક મહેતા પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે દયા ભાભી અને જેઠાલાલ,દિલીપ જોષી અને દિશા વાકાણી ના વાયરલ ફોટા થી થયો ખુલાસો

News Continuous Bureau | Mumbai 

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં 15 વર્ષ પૂર્ણ કર્યા છે. લોકો આ શોની આખી સ્ટાર કાસ્ટને પસંદ કરે છે. મોટા ભાગના લોકોને દયા ભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ગમે છે. દિશા ભલે વર્ષોથી શોમાં જોવા ન મળી હોય, પરંતુ તેના ચાહકો હજુ પણ શોમાં તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે દયા ભાભી ટૂંક સમયમાં કમબેક કરવા જઈ રહી છે. આ દરમિયાન દયા ભાભી એટલે કે દિશા વાકાણી અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Channel

 

દિલીપ જોષી અને દિશા વાકાણી ની જૂની તસ્વીર થઇ વાયરલ 

દિશા વાકાણી અને દિલીપ જોષી ની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં દિશા વાકાણી શરમાળ લાગી રહી છે. તે જ સમયે દિલીપ જોશી હાથ ઉંચો કરીને તેમને બોલાવતા જોવા મળે છે. બંનેની જોડી ખૂબ જ રોમેન્ટિક લાગી રહી છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ તસવીર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની છે, તો ચોક્કસ એવું નથી. આ તસવીર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કરતાં પણ જૂની છે, જ્યારે બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું હતું. આનો સીધો અર્થ એ થયો કે બંનેની જોડીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા પણ એક શો માં સાથે કામ કર્યું છે.

daya bhabhi jethalal aka disha vakani dilip joshi pair worked together before taarak mehta

daya bhabhi jethalal aka disha vakani dilip joshi pair worked together before taarak mehta

દિલીપ જોષી અને દિશા વાકાણી એ તારક મહેતા પહેલા આ શો માં કર્યું છે કામ 

દિલીપ જોષી અને દિશા વાકાણી એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા ‘જલસા કરો જયંતિલાલ’ નાટકમાં સાથે કામ કર્યું હતું. આ નાટકમાં પણ બંનેની જોડી લોકોને પસંદ આવી હતી. દિશા વાકાણી અને દિલીપ જોષી બંનેએ થિયેટરમાં ઘણું કામ કર્યું છે, પરંતુ બંને એક જ નાટકમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ નાટકમાં દિશા વાકાણી પહેલા અન્ય કોઈને ભૂમિકા આપવામાં આવી હતી, પરંતુ લાઈવ નાટકમાં દિશા સાથે દિલીપ જોષીએ અભિનય કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : ghoomar: આરાધ્યા બચ્ચન બની પિતા અભિષેકની ચીયર લીડર, જુનિયર એબી એ ઐશ્વર્યા સાથે આ રીતે કરી ‘ઘૂમર’ ની ઉજવણી

 

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version