News Continuous Bureau | Mumbai
De de pyar de 2: અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દે વર્ષ 2019 માં રિલીઝ થઇ હતી. આ એક કોમેડી ફિલ્મ હતી જે દર્શકો ને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મ ને મળેલા સારા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી ને મેકર્સ તેની સિક્વલ એટલેકે ફિલ્મ દે દે પ્યાર દે 2 લઈને આવી રહ્યા છે. હવે આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ અને શૂટિંગ ને લઈને એક અપડેટ સામે આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Khatron ke khiladi 14: ખતરો કે ખિલાડી ની 14 માટે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, રોહિત શેટ્ટી ના શો માં કરશે પોતાના ડર નો સામનો
દે દે પ્યાર દે 2 નું શૂટિંગ
મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સે દે દે પ્યાર દેની સિક્વલની સ્ટાર કાસ્ટને લગભગ ફાઈનલ કરી દીધી છે. મેકર્સ દ્વારા આ ફિલ્મનું શૂટિંગ પણ મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં,અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ પણ સિક્વલમાં ફરી જોવા મળશે. એમાં કોઈ શંકા નથી કે આ ત્રણેય સાથે ખૂબ જ આનંદી પ્રવાસ હશે.દે દે પ્યાર દેનું નિર્દેશન અકીવ અલીએ કર્યું હતું. આ વખતે લવ રંજનને ડિરેક્શનની જવાબદારી મળી શકે છે. જો કે હજુ સુધી કોઈએ સત્તાવાર માહિતી આપી નથી.