Site icon News Continuous Bureau | Mumbai

દીપિકા પાદુકોણ બર્થડે સ્પેશિયલ: અભિનય માટે છોડી દીધો હતો અભ્યાસ, આ મ્યુઝિક કમ્પોઝર ના ગીતે ચમકાવ્યું તેનું નસીબ, આવી રીતે મળી તેને તેની પ્રથમ ફિલ્મ

સિંગર-કમ્પોઝર હિમેશ રેશમિયાએ દીપિકા પાદુકોણને સ્ક્રીન પર પહેલો બ્રેક આપ્યો હતો. આ પછી અભિનેત્રીને ઓમ શાંતિ ઓમ ઓફર કરવામાં આવી હતી.

deepika padukone debut in himesh reshammiya song naam hai tera tera farah khan om shanti om 

દીપિકા પાદુકોણ બર્થડે સ્પેશિયલ: અભિનય માટે છોડી દીધો હતો અભ્યાસ, આ મ્યુઝિક કમ્પોઝર ના ગીતે ચમકાવ્યું તેનું નસીબ, આવી રીતે મળી તેને તેની પ્રથમ ફિલ્મ

News Continuous Bureau | Mumbai

દીપિકા પાદુકોણને ( deepika padukone )  આજે કોઈ પરિચયની જરૂર નથી. થોડા જ સમયમાં તેણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી બોલિવૂડ પર રાજ કરવાનું શરૂ કર્યું. દીપિકા પાદુકોણ ભલે આ દિવસોમાં બેશરમ રંગ ગીતના કારણે ટ્રોલ થઈ રહી હોય, પરંતુ તેના ઘણા પાત્રો છે જે ચાહકોને ખૂબ પસંદ આવે છે. 2006 થી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય, દીપિકાએ આ 15 વર્ષોમાં લગભગ 37 ફિલ્મો કરી છે, જેમાંથી ઘણી સુપરહિટ રહી છે. આજે અભિનેત્રી તેનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અમે તમને જણાવીએ દીપિકા વિશેની કેટલીક ન સાંભળેલી વાતો.

Join Our WhatsApp Channel

કોલેજ ડ્રોપઆઉટ છે દીપિકા પાદુકોણ

10મી પછી દીપિકાએ બેડમિન્ટન છોડીને મોડલિંગ કરવાનું શરૂ કર્યું. આ પછી દીપિકાએ એડ ફિલ્મોનો હિસ્સો બનવાનું ચાલુ રાખ્યું. મોડેલિંગ અને ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે દીપિકાએ અધવચ્ચે જ કોલેજ છોડી દીધી હતી. વર્ષ 2006માં તેણે કન્નડ ફિલ્મ ‘ઐશ્વર્યા’માં કામ કર્યું હતું. આ પછી, વર્ષ 2007 માં, તેણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેણે તેની પહેલી જ ફિલ્મમાં શાહરૂખ ખાનની અભિનેત્રી બનીને દરેકના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું. આ પછી દીપિકા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ.2005માં, દીપિકાએ લેક્મે ફેશન વીકમાં સ્થાન મેળવ્યું અને મોડલ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. જ્યારે કિંગફિશર કેલેન્ડરમાં સ્થાન મેળવ્યું ત્યારે દીપિકા મોડેલિંગની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બની હતી.

આ સમાચાર પણ વાંચો :   દીપિકા પાદુકોણ બર્થડે સ્પેશિયલ-ક્રિકેટર થી લઇ ને અભિનેતા સુધી રણવીર સિંહ પહેલા દીપિકાનું નામ આ વ્યક્તિઓ સાથે જોડાયું હતું, એક સંબંધ તો 6 વર્ષ સુધી રહ્યો

હિમેશ રેશમિયાએ પહેલી તક આપી

બહુ ઓછા લોકો જાણે છે કે દીપિકાના કરિયરમાં હિમેશે મોટી ભૂમિકા ભજવી હતી. હિમેશે દીપિકા પાદુકોણને તેના આલ્બમ આપ કા સુરૂર (2006) માં લોન્ચ કરી હતી. તે આ આલ્બમના ‘નામ હૈ તેરા તેરા’ ( naam hai tera tera ) ગીતના વીડિયોમાં જોવા મળી હતી. ત્યારે દીપિકા મોડલ હતી અને હિમેશે ( himesh reshammiya ) તેને આ આલ્બમના ગીતમાં લીડ રોલમાં લોઢી હતી. આ જ આલ્બમ જોઈને ફરાહ ખાને ( farah khan )  દીપિકાને તેની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં ( om shanti om debut ) પહેલી તક આપી. આ પછી દીપિકાએ સ્ટારડમની રેસમાં પાછું વળીને જોયું નથી.

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version