Deepika Padukone: સ્પિરિટ બાદ શું હવે પ્રભાસ ની આ ફિલ્મ માંથી પણ બહાર થઇ દીપિકા પાદુકોણ? મેકર્સ સાથે કામના કલાકો ને લઈને તણાવ!

Deepika Padukone: ‘સ્પિરિટ’ બાદ હવે ‘કલ્કિ 2’ માંથી પણ દીપિકા પાદુકોણના બહાર થવાની શક્યતા વધી ગઈ છે. મેકર્સ સાથે કામના કલાકો ને લઈને તણાવ હોવાનું કહેવાય છે.

by Zalak Parikh
Deepika Padukone May Exit Kalki 2 After Spirit Over 8 Hour Workday Demand

News Continuous Bureau | Mumbai 

Deepika Padukone:  બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર ચર્ચામાં છે. ‘સ્પિરિટ’  ફિલ્મમાંથી બહાર થયા બાદ હવે એવી અફવાઓ છે કે તે ‘કલ્કિ 2’ માંથી પણ બહાર થઈ શકે છે. દીપિકા માતૃત્વ પછી દિવસના માત્ર 8 કલાક કામ કરવાની માંગ કરી રહી છે, જેને લઈને ફિલ્મના મેકર્સ સાથે તણાવ ઊભો થયો છે 

આ સમાચાર પણ વાંચો: Housefull 5: હાઉસફુલ 5 ના સોન્ગ પર લાગ્યો આવો આરોપ, સોશિયલ મીડિયા યુઝર એ પુરાવા રજુ કરી આપી સાબિતી

‘કલ્કિ 2’માં પણ તણાવ

‘કલ્કિ 2898 એ.ડી.’ માં દીપિકા પાદુકોણનું પાત્ર મહત્વપૂર્ણ હતું. તેને ‘સુમતી’ નામની ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું, જે ભગવાન કલ્કિનો અવતાર જન્માવશે. મીડિયા રિપોર્ટ મુજબ હવે મેકર્સ ફિલ્મ ના બીજા ભાગ માં તેના પાત્રને ઘટાડવા કે દૂર કરવાની વિચારણા કરી રહ્યા છે, કારણ કે દીપિકા 8 કલાકથી વધુ કામ કરવા તૈયાર નથી.દીપિકા પાદુકોણના વર્કિંગ અવર્સને લઈને મેકર્સ સાથે તણાવ વધી રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દીપિકા હવે પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવા માંગે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Box Office Worldwide (@boworldwide)


સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ફિલ્મ ‘સ્પિરિટ’માં દીપિકા મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેણે 8 કલાકના વર્કિંગ અવર્સ, ઊંચો પગાર અને નફામાં હિસ્સો માંગ્યો હતો. આ શરતોને કારણે દિગ્દર્શક સાથે મતભેદ થયા અને દીપિકા ફિલ્મમાંથી બહાર થઈ ગઈ. હવે તૃપ્તિ ડિમરી ને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More