News Continuous Bureau | Mumbai
Deepika padukone and Ranveer singh: કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 8નો પહેલો એપિસોડ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે આ શો ના પહેલા ગેસ્ટ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ છે.દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં ઇટાલી માં લગ્ન કર્યા હતા. જો કે તેમના લગ્નનો વિડીયો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ હવે કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણની નવી સીઝનમાં દીપિકા-રણવીરે ચાહકોને લગ્નની ઝલક બતાવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વીડિયોમાં રણવીર–દીપિકાના લગ્નની ખાસ પળો બતાવવામાં આવી છે જેમાં બંને પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળે છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન નો વિડીયો
દીપિકા અને રણવીરના લગ્નનો વીડિયો તેમની સગાઈની પાર્ટીથી શરૂ થાય છે. જેમાં તે દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. જે બાદ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ કહે છે કે રણવીરે તેના બોરિંગ પરિવારમાં ઉત્સાહ લાવી દીધો છે. વીડિયોમાં મહેંદી, હલ્દી અને લગ્નની દરેક વિધિની ઝલક જોઈ શકાય છે. આટલું જ નહીં રિસેપ્શનની ઝલક પણ જોવા મળી છે. જ્યારે રણવીર સિંહ પણ વીડિયોમાં ડાન્સ કરતો જોઈ શકાય છે. આ સુંદર વીડિયો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.
View this post on Instagram
દીપિકા અને રણવીરે ઈટાલીમાં લગ્ન બાદ બેંગલુરુ અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો: Karan veer mehra and nidhi seth: લગ્ન ના બે વર્ષ બાદ પવિત્ર રિશ્તા ફેમ અભિનેતા કરણ વીર મહેરા અને નિધિ શેઠ ના થયા છૂટાછેડા, આ અંગે અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો