Site icon

Deepika padukone and Ranveer singh: પહેલીવાર સામે આવ્યો દીપિકા પાદુકોણ-રણવીર સિંહના લગ્નનો વીડિયો, સગાઈ થી લઇ ને લગ્ન સુધી જોવા મળી કપલ ની સુંદર કેમેસ્ટ્રી

Deepika padukone and Ranveer singh: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ને પાંચ વર્ષ થઇ ગયા છે. હવે લગ્ન ના પાંચ વર્ષ બાદ તેમના બાદ લગ્નનો વીડિયો સામે આવ્યો છે જે કોફી વિથ કરણ માં બતાવવામાં આવ્યો હતો. આ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

deepika padukone ranveer singh wedding video out after 5- years of the marriage

deepika padukone ranveer singh wedding video out after 5- years of the marriage

News Continuous Bureau | Mumbai

Deepika padukone and Ranveer singh: કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 8નો પહેલો એપિસોડ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે આ શો ના પહેલા ગેસ્ટ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ છે.દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં ઇટાલી માં લગ્ન કર્યા હતા. જો કે તેમના લગ્નનો વિડીયો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ હવે કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણની નવી સીઝનમાં દીપિકા-રણવીરે ચાહકોને લગ્નની ઝલક બતાવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વીડિયોમાં રણવીરદીપિકાના લગ્નની ખાસ પળો બતાવવામાં આવી છે જેમાં બંને પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળે છે.

Join Our WhatsApp Community

 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન નો વિડીયો 

દીપિકા અને રણવીરના લગ્નનો વીડિયો તેમની સગાઈની પાર્ટીથી શરૂ થાય છે. જેમાં તે દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. જે બાદ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ કહે છે કે રણવીરે તેના બોરિંગ પરિવારમાં ઉત્સાહ લાવી દીધો છે. વીડિયોમાં મહેંદી, હલ્દી અને લગ્નની દરેક વિધિની ઝલક જોઈ શકાય છે. આટલું જ નહીં રિસેપ્શનની ઝલક પણ જોવા મળી છે. જ્યારે રણવીર સિંહ પણ વીડિયોમાં ડાન્સ કરતો જોઈ શકાય છે. આ સુંદર વીડિયો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.


દીપિકા અને રણવીરે ઈટાલીમાં લગ્ન બાદ બેંગલુરુ અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. 

આ સમાચાર પણ વાંચો: Karan veer mehra and nidhi seth: લગ્ન ના બે વર્ષ બાદ પવિત્ર રિશ્તા ફેમ અભિનેતા કરણ વીર મહેરા અને નિધિ શેઠ ના થયા છૂટાછેડા, આ અંગે અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version