News Continuous Bureau | Mumbai
Deepika padukone: બોલિવૂડ સેલેબ્સ થી લઈનેને સામાન્ય લોકો પણ જસ્ટ લુકિંગ પર રીલ બનાવી રહ્યં છે. આ કડી માં હવે દીપિકા પણ પાછળ નથી રહી. દીપિકા પાદુકોણની આ રીલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. દીપિકા પાદુકોણે આ રીલને એક અઠવાડિયા પહેલા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જેને અત્યાર સુધીમાં 191 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અભિનેત્રીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. દીપિકા પાદુકોણની રીલ ‘જસ્ટ લૂકિંગ…’એ સલમાન ખાનની ‘ટાઈગર 3’ના ટ્રેલરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
દીપિકા પાદુકોણ ની રીલ થઇ વાયરલ
થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે જસ્ટ લુકિંગ પર એક રીલ બનવી ને પોસ્ટ કરી છે. દીપિકા પાદુકોણ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ને અત્યાર સુધી191 મિલિયન થી પણ વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. ચાહકો અને સેલેબ્સ દીપિકા ની આ રીલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.
દીપિકા પાદુકોણ નું વર્ક ફ્રન્ટ
દીપિકા પાદુકોણ ના વર્ક ફ્રન્ટ ની વાત કરે તો, તે રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટર માં જોવા મળશે.આ સિવાય તે ‘ધ ઈન્ટર્ન’ અને ‘પ્રોજેક્ટ કે’ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે.
આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી