Site icon

બોલિવૂડના ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણનું નામ, ફિલ્મ ઉદ્યોગના અધધ રૂ.600 કરોડ રૂપિયા દાવ પર લાગ્યા.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 સપ્ટેમ્બર 2020

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં જ્યારથી દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું છે ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. જોકે હવે તેની સીધી અસર તેની કારકિર્દી પર પડે તેવી શક્યતા છે. હાલ હિંદી સિનેમામાં તેના પર લગભગ રૂપિયા 600 કરોડનો દાંવ લાગ્યો છે. જેમાં તેની બે ફિલ્મ અને 33 બ્રાંડ એન્ડોર્સમેન્ટ શામેલ છે.

દિપીકા પર લાગેલા દાવનો હિસાબ-કિતાબ :-

પ્રોજેક્ટ્સ                                       કેટલા કરોડનો દાવ (₹)

પ્રોડ્યૂસર મધુ મૅતેનાની ફિલ્મ         લગભગ 200 કરોડ રૂપિયા.

નિર્દેશક શકુન બત્રાની ફિલ્મ          આશરે 80-90 કરોડ રૂપિયા.

33 બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની ડીલ      લગભગ 300 કરોડ રૂપિયા.

(ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે દીપિકા પાદુકોણ દરેક એન્ડોર્સમેન્ટ્સ માટે 8-12 કરોડ લે છે.)

ટ્રેડ એનાલિસ્ટોના અનુસાર દીપિકાની કારકિર્દી પર ભારી અસર પડવાની શક્યતા છે.તેની ફિલ્મો પર પણ કલેકશન પર અસર પડી શકે એમ છે. કારણ કે તે એક ટોચની સફળ અભિનેત્રી હોવાથી તેના મામલે જાણવા સહુ કોઇ ઉત્સુક છે. ત્યારે અન્ય એક ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, સંજય દત્ત પણ ડ્રગ્સ અને આતંકવાદી ગતિવિધિયોમા સામેલ હતો. તેમ છતાં તેને સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેથી એવું લાગી રહ્યું છે કે દીપિકાની કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. પરંતું વિજ્ઞાપનો બાબતે જરૂર હાનિ પહોંચશે. જોકે હવે જોવાનું એ રહે છે કે, દીપિકા પોતાના ચાહકોને કઇ રીતે કન્વેન્સ કરશે..

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version