News Continuous Bureau | Mumbai
Dharmendra: ધર્મેન્દ્ર બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા છે. તાજેતર માં જ ધર્મેન્દ્ર એ તેમનો 89 મોં જન્મદિવસ ઉજવ્યો હતો હવે અભિનેતા કાનૂની મુશ્કેલી માં મુકાયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે છેતરપિંડીના કેસમાં દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમની સાથે અન્ય બે લોકોને સમન્સ જારી કર્યા છે. આ કેસ દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારે નોંધાવ્યો હતો. તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો
આ સમાચાર પણ વાંચો : TV handsome hunk: એક ફ્રેમ માં જોવા મળ્યા ટીવી ના હેન્ડસમ હંક, ડીકેપી માટે કરાવ્યું ફોટોશૂટ,જુઓ વિડીયો
ધર્મેન્દ્ર ને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મોકલ્યું સમન્સ
ફરિયાદમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે, ગરમ ધરમ ધાબાની ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.અરજીકર્તા સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે તેમને ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આરોપીઓએ ફરિયાદીને લાંચ આપી હતી. કલમ 420, 120બી કલમ 34 આઈપીસી હેઠળ ગુનો કરવા બદલ આરોપી વ્યક્તિઓને સીરીયલ નંબર 1 (ધર્મેન્દ્ર), 2 અને 3 માટે સમન્સ મોકલવામાં આવશે. કલમ 506 હેઠળ ગુનાહિત ધાકધમકીનાં ગુના માટે આરોપીઓને સીરીયલ નંબર 2 અને 3 પણ બોલાવવામાં આવી શકે છે.
Delhi Court issued summons to Bollywood actor Dharmendra and two others in a cheating case related to Garam Dharam Dhaba.
Summon is issued on a complaint filed by a Delhi businessman who alleged cheating by luring him to invest in the franchise of Garam Dharam Dhaba.
— ANI (@ANI) December 10, 2024
હવે આ કેસની સુનાવણી 20 ફેબ્રુઆરી 2025ના રોજ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)