Delhi Crime Season 3 : પ્રતીક્ષા થઈ પૂર્ણ! ‘દિલ્હી ક્રાઈમ સીઝન 3’ આ તારીખે થશે રિલીઝ, નોટ કરી લો Netflix પરની ડેટ

Delhi Crime Season 3 : શેફાલી શાહ ફરીથી બનશે મેડમ સર, એક એવો કેસ જે દરેક હદ પાર કરશે. તો ચાલો જાણીયે ક્યારે રિલીઝ થશે 'દિલ્હી ક્રાઈમ સીઝન 3'

by Zalak Parikh
Delhi Crime Season 3 to Release on Netflix This November

News Continuous Bureau | Mumbai

 Delhi Crime Season 3 : એમી એવોર્ડ વિજેતા વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ હવે ત્રીજા સીઝન સાથે પાછી આવી રહી છે. શેફાલી શાહ  ફરીથી DCP વર્તિકા ચતુર્વેદી તરીકે સ્ક્રીન પર જોવા મળશે. ‘દિલ્હી ક્રાઈમ સીઝન 3’ 13 નવેમ્બર 2025ના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવાની છે.

આ સમાચાર પણ વાંચો : Pankaj Dhir Funeral: કર્ણ’ને અંતિમ વિદાય: પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર, આંખોમાં હતા આંસુ

ટીઝરથી થયો ખુલાસો, કેસ હશે વધુ ખતરનાક

Netflix દ્વારા રિલીઝ કરાયેલા 1 મિનિટ 4 સેકન્ડના ટીઝરમાં શેફાલી શાહ નો અવાજ સાંભળવા મળે છે, જેમાં તેઓ કહે છે: “એક ક્રાઈમ એવું મળ્યું, જેનું અંધારું શહેર, ગામ અને દેશની હદો પાર કરી ગયું.” આ ડાયલોગ દર્શાવે છે કે આ વખતે કેસ વધુ ગંભીર અને ચોંકાવનારો હશે. આ સીઝનમાં શેફાલી શાહ સાથે રસિકા દુગ્ગલ, હૂમા કુરેશી, રાજેશ તૈલંગ, જયા ભટ્ટાચાર્ય, અનુરાગ અરોરા, સયાની ગુપ્તા, મીતા વશિષ્ઠ અને અંશુમાન પુષ્કર જેવા કલાકારો જોવા મળશે. સિરીઝને તનુજ ચોપરા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


 

‘દિલ્હી ક્રાઈમ’ ની પહેલી સીઝન 2019માં આવી હતી અને 2022માં બીજી સીઝન રિલીઝ થઇ હતી.. બંને સીઝનને દર્શકો અને વિમર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. હવે ત્રીજા સીઝન પણ તીવ્ર આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More