Anil kapoor: અનિલ કપૂર ની આ વસ્તુ નો ઉપયોગ કરતા પહેલા લેવી પડશે પરવાનગી, દિલ્હી હાઇકોર્ટે આપ્યો અભિનેતા ના હક માં ચુકાદો

Anil kapoor: અનિલ કપૂરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, તેમના નામ, ફોટો અથવા અન્ય વ્યક્તિગત ઓળખનો જાહેર ડોમેનમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે અભિનેતા ની અરજીનો જવાબ હાઇકોર્ટે આપ્યો છે.

by Zalak Parikh
delhi high court gives order in anil kapoor favor restrains misuse of actors personality rights

News Continuous Bureau | Mumbai

Anil kapoor: બોલિવૂડના ફેમસ એક્ટર અનિલ કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગને લઈને ચર્ચામાં છે. હાલમાં જ અનિલ કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં વ્યક્તિત્વના અધિકારોના રક્ષણને લઈને અરજી દાખલ કરી હતી, જેમાં અભિનેતાને મોટી રાહત મળી છે. હવે હાઈકોર્ટે અનિલ કપૂરના અવાજ, તેનું નામ, તસવીર,તેમના દ્વારા બોલવામાં આવેલ સંવાદો,તેમની પરવાનગી વિના ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો: parineeti chopra and raghav chadha: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ના લગ્નની તૈયારીઓ થઇ શરૂ, દિલ્હીમાં રાજનેતાના ઘરે જોવા મળ્યો તામઝામ, જુઓ વિડિયો

અનિલ કપૂર ને મળી રાહત 

અનિલ કપૂરે તેની અરજીમાં વિવિધ સંસ્થાઓ ને તેમની સંમતિ વિના તેમના નામ, અવાજ, ફોટા અને ઉપનામ વગેરેનો ઉપયોગ કરવાથી રોકવાની માંગ કરી હતી. જજની એક બેન્ચે આ કેસની સુનાવણી કરતા અનિલ કપૂરની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જજના આ નિર્ણયથી અભિનેતા ઘણો ખુશ દેખાઈ રહ્યો છે.હવે જો કોઈપણ પ્લેટફોર્મ અભિનેતા સાથે જોડાયેલી વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતું હોય, તો તેણે પહેલા અનિલ કપૂર ની  પરવાનગી લેવી પડશે. આ પહેલા અમિતાભ બચ્ચને પણ આવું જ કર્યું હતું, તેમના નામ અને ઇમેજ માટે પણ પરવાનગી લેવી પડતી હતી. આટલું જ નહીં, અનિલ કપૂરે તેના પ્રખ્યાત ડાયલોગ ‘ઝક્કાસ’ અને તેના હુલામણું નામ એકે ના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Join Our WhatsApp Community

You may also like