ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ની પત્ની ના ડાન્સ મૂવ્સ થી લોકો થયા ઘાયલ, ટ્વીટર પર વિડીયો શેર કરીને ફેન્સને આપી આવી ચેલેન્જ

deputy cm devendra fadnavis wife amrita fadnavis breaks dance floor on mood banaliya song

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ ( deputy cm devendra fadnavis ) ની પત્ની અમૃતા ફડણવીસ ( amrita fadnavis ) ખૂબ જ સુંદર છે અને કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. અમૃતા ફડણવીસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શાનદાર વીડિયો શેર કરતી રહે છે. તેની બાયો પ્રોફાઇલમાં, તેણે પોતાને એક સામાજિક કાર્યકર, બેંકર અને પ્લેબેક સિંગર તરીકે વર્ણવી છે. તેણે અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઘણા ગીતો ગાયા છે.

25 મિલિયનથી વધુ વ્યૂઝ

અમૃતા ફડણવીસે પંજાબી ભાષામાં એક નવું ગીત રેકોર્ડ કર્યું છે, જે સફળતા ના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ નવા ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અમૃતા નું આ ગીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો તેના આ વીડિયો પર લાઈક્સ અને શેર નો વરસાદ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ ફિલ્મ માં ગાંધી અને ગોડસે ના અલગ-અલગ વિચારો દર્શાવવામાં આવશે, ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

અમૃતા એ આપી ચેલેન્જ

હવે અમૃતા ફડણવીસે ટ્વિટર પર આ પંજાબી ગીત પર ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. આ સાથે તેણે લોકોને આ ગીત પર ડાન્સ કરતી વખતે તેનો વીડિયો પોસ્ટ કરવાની ચેલેન્જ આપી છે. અમૃતાએ ટ્વિટર પર લખ્યું, ‘આ ગીત પર હૂક સ્ટેપ કરો અને ગીતના હેશટેગ સાથે તમારો પોતાનો વીડિયો બનાવો અને અમને પણ ટેગ કરો.’અમૃતા કહે છે કે તેના પતિને તેના કામ થી કોઈ સમસ્યા નથી. પહેલા જ્યારે તેઓ સીએમ હતા અને આજે જ્યારે ડેપ્યુટી સીએમ છે ત્યારે તેમણે ક્યારેય પોતાના કામ ને નાનું નથી માન્યું. તે તેમને પ્રોત્સાહિત કરે છે પરંતુ સાથે સાથે સાવચેત રહેવાની ચેતવણી પણ આપે છે. એક લોકપ્રિય રાજનેતા ની પત્ની હોવા છતાં, અમૃતા ફડણવીસ ની પોતાની એક અલગ ઓળખ છે. તેણે અત્યાર સુધી ઘણા ગીતો ગાયા છે. તેણે શિવ તાંડવ, વો તેરે પ્યાર કા ગમ, તેરી મેરી ફિર સે જેવા ઘણા ગીતો ગાયા છે.