Site icon

આ વેબ સિરીઝ દ્વારા ‘અન્ના’ એટલે કે દેવેન ભોજાણી કરવા જઈ રહ્યા છે OTT પ્લેટફોર્મ પર પદાર્પણ; જાણો તે સિરીઝ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 નવેમ્બર  2021 

બુધવાર

આવતી કાલ એટલે કે (૧૮ નવેમ્બર) થી શેમારુ મી પર જાણીતા નિર્માતા નિર્દેશક ધર્મેશ મહેતાની ગુજરાતી વેબ સિરીઝયમરાજ કોલિંગ’  સ્ટ્રીમ થવા જઇ રહી  છે. દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સિરીઝના મુખ્ય કલાકારો છે .

આ અંગે વાત કરતા ધર્મેશ મહેતા કહે છે કે, એક મધ્યમવર્ગી વ્યક્તિ તેની પત્ની અને સંતાનો ની તમામ જરૂરિયાતો ને પુરી કરવા માટે દિવસરાત જોયા વગર તનતોડ મહેનત કરે છે જેથી તેના પરિવાર ને ખુશ રાખી શકે. પરંતુ આ બધાની વચ્ચે તે પરિવાર ને સમય આપી શકતો નથી અને છેવટે એક દિવસ યમરાજ તેને લેવા માટે આવી જાય છે. યમરાજ સાથે તેની મુલાકાત બાદ તેના જીવનમાં કેવો વળાંક આવે છે તેના માટે તો તમારે આ વેબ સિરીઝ જોવી પડશે.  

ગુજરાતી ફિલ્મ સિરિયલના દિગ્દર્શક ધર્મેશ મહેતા એતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શરૂઆતના ૫૦૦ એપિસોડ ઉપરાંત ગુજરાતી ફિલ્મપપ્પા તમને નહીં સમજાયસહીત અનેક ગુજરાતી ફિલ્મ, સીરીયલ ના નિર્માતા રહી ચુક્યા છે.યમરાજ કોલિંગમાં દેવેન ભોજાણી મુખ્ય ભૂમિકા માં જોવા મળશે આ ઉપરાંત  દીપક ઘીવાલા, નીલમ પંચાલ, મેઝલ વ્યાસ, મીત શાહ અને મનાં દેસાઈ પણ જોવા મળશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નટ્ટુ કાકાનું સ્થાન અન્ય કોઈ અભિનેતા નહીં લે, નિર્માતાએ વાયરલ ફોટાની સત્યતા જણાવી; જાણો વિગત

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો દેવેન ભોજાણી એ ઘણી હિન્દી તેમજ ગુજરાતી  ટીવી સીરીયલો માં કામ કર્યું છે. દેવેન ભોજાણી એજો જીતા વોહી સિકંદરથી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. છેલ્લે તેઓ  ‘વાગલે કી દુનિયા’  માં જોવા મળ્યા હતા. આ  સિરીઝ વિશે વાત કરતા દેવેન કહે છે કે આ વેબ સિરીઝ ની વાર્તા મારા હૃદય ને સ્પર્શી ગઈ. તેથી મને લાગ્યું કે મારે  ‘યમરાજ કોલિંગકરવી જોઈએ. 

 

Exit mobile version