ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
ટીવીના સૌથી પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 13 ની સ્પર્ધક રહી ચૂકેલી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્ય આજકાલ તેની કેટલીક બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દેવોલીના ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ રહે છે. દેવોલિના દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે હંમેશા તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.
દેવોલિનાએ તાજતરમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો સિઝલિંગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં દેવોલિનાએ ડાર્ક બ્લુ ડેનિમ શર્ટ કેરી કર્યું છે. સાથે તેણે ઓપન હેર લુકમાં ખુબ જ કાતિલ અદામાં પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે
જણાવી દઈએ કે, બિગ બોસ 13 પછી દેવોલિનાની ઓળખ બની ગઈ છે અને તે ટેલિવિઝનની એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે. બિગ બોસ 13 પછી, દેવોલિનાએ ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપીની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ છે.