ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય પોતાના સુંદર ફોટોને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ પર ખૂબ જ સક્રિય રહે છે. તે અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. નાના પડદાની જાણીતી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ એક વખત ફરી પોતાની સુંદર તસવીરોથી પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે.

તાજેતરમાં અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ ની તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક કલરનું ક્રોપ ટોપ અને બ્લેક કલરનું ફોરમલ પેન્ટ પહેર્યું છે. સાથે જ તેણે હેવી કુંદન હાર પણ કેરી કર્યો છે. દેબોલીનાની આ તસવીરને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ તસવીર પર લાખો-કરોડો રિએક્શન આવી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી કે દેવોલિના ભટ્ટાચાર્યની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોય. આ પહેલા પણ તેની બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ ચુકી છે.

દેવોલિનાએ 2011 માં સીરીયલ ‘સાવરે સબકે સપને પ્રિતો’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.આ સિરિયલમાં તેણે બાનીની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ દેવોલિનાએ સાથ નિભાના સાથિયા સીરિયલમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું અને તેમાં તેને ખૂબ જ લોકચાહના મળી હતી.

અંકિતા લોખંડેએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બેકલેસ ગાઉનમાં નજર આવી અભિનેત્રી. જુઓ તસવીરો…