Site icon

Dhadak 2 Review: શું તમે પણ આ વિકેન્ડ ધડક 2 જોવાનો બનાવી રહ્યા છે પ્લાન? તો જાણી લો કેવી છે સિદ્ધાંત અને તૃપ્તિ ની ફિલ્મ

Dhadak 2 Review:પ્રેમકથા નહીં, સમાજની કુરિતિઓ પર ઘાતક પ્રહાર છે ‘ધડક 2’, દરેક પાત્ર જીવંત અને અસરકારક

Dhadak 2 Review A Bold Attack on Caste System with Powerful Performances

Dhadak 2 Review A Bold Attack on Caste System with Powerful Performances

News Continuous Bureau | Mumbai

Dhadak 2 Review: તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ‘ધડક 2’ માત્ર એક રોમેન્ટિક ફિલ્મ નથી, પણ સમાજની જાતિવ્યવસ્થાની કુરિતિઓ પર ઘાતક પ્રહાર કરતી ફિલ્મ છે. ફિલ્મની શરૂઆતથી જ એક મોટું સસ્પેન્સ દર્શકને બાંધે રાખે છે. નીલેશ અને વિધિ વચ્ચેનો પ્રેમ સંબંધ માત્ર લાગણીઓનો નહીં, પણ સામાજિક તણાવ અને લડતનો છે. ફિલ્મના ક્લાઈમેક્સ સુધી પહોંચતા-પહોંચતા દર્શકની રૂહ  કાંપી ઉઠે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rajkummar Rao: ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કેસમાં રાજકુમાર રાવ ની વધી મુશ્કેલી, કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ જારી,જાણો સમગ્ર મામલો

જાતિવ્યવસ્થાની સામે ઊભી થતી પ્રેમકથા

ફિલ્મની વાર્તા નીલેશની આસપાસ ઘૂમે છે, જે એક નાની જાતિનો યુવક છે અને વકીલ બનવા માટે BA LLBમાં પ્રવેશ મેળવે છે. ત્યાં તેની મુલાકાત વિધિ સાથે થાય છે, જે ઉચ્ચ જાતિની છે. બંને વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થાય છે. પણ સમાજ અને વિધિના પરિવારના વિરોધને કારણે તેમની જિંદગીમાં તોફાન આવે છે. ફિલ્મમાં જાતિવ્યવસ્થાની અસલ ચહેરા સામે લાવવામાં આવ્યા છે.તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી નો અભિનય ફિલ્મની સૌથી મોટી તાકાત છે. બંનેએ પોતાના પાત્રમાં જીવ મૂકી દીધો છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં સિદ્ધાંતની પરફોર્મન્સ દર્શકને ભાવવિભોર કરી દે છે. તૃપ્તિનું સ્ક્રીન પ્રેઝન્સ પણ દમદાર છે. વિલન તરીકે સોરભ સચદેવાની ભૂમિકા પણ ખૂબ જ અસરકારક છે.


ફિલ્મનું દિગ્દર્શન ઉત્તમ છે. દરેક દ્રશ્યમાં ભાવનાત્મક ઊંડાણ છે. જો કે મ્યુઝિક  થોડું કમજોર લાગી શકે છે, પણ વાર્તા અને પાત્રો એ ખામી છુપાવી દે છે. નાના પાત્રો પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Security: રણવીર સિંહના ઘરની સુરક્ષા વધતા સોસાયટીના સભ્યોમાં ફફડાટ: બંદૂકધારી ગાર્ડ્સ જોઈને લોકો ગભરાયા, પરવાનગી વગર તૈનાતી બદલ પોલીસ પાસે માંગ્યો જવાબ
Shreyas Talpade FIR: રીલ લાઈફના હીરો પર રીયલ લાઈફમાં ‘કૌભાંડ’ નો ડાઘ! શ્રેયસ તલપડે વિરુદ્ધ કેમ નોંધાઈ ફરિયાદ? જાણો બેંક કૌભાંડની આખી ઇનસાઇડ સ્ટોરી
Death Whisperer 3: રૂંવાડા ઉભા કરી દે તેવી હોરર ફિલ્મ, OTT પર ટ્રેન્ડ કરી રહી છે ‘ડેથ વ્હિસ્પર-૩’, ૨ કલાક ૮ મિનિટના રોમાંચમાં છૂટી જશે પરસેવો
Rajpal Yadav Net Worth: રાજપાલ યાદવની નેટવર્થ અને મુશ્કેલીઓ: કરોડોની સંપત્તિ છતાં જેલ જવાનો કેમ આવ્યો વારો? જાણો કેટલી છે તેની કમાણી અને કોણ આવ્યું મદદે
Exit mobile version