News Continuous Bureau | Mumbai
Dharmendra: બોલિવૂડ માં હીમેન તરીકે ઓળખાતા દિગ્ગ્જ અભિનેતા ને લોકો ધર્મેન્દ્ર ના નામથી જાણે છે. ધર્મેન્દ્ર એ વર્ષ 1960 માં બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. ધર્મેન્દ્ર એ ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા પોતાનું નામ બાળકી નાખ્યું હતું. હવે ધર્મેન્દ્ર ને ઇન્ડસ્ટ્રી માં આવે 64 વર્ષ થઇ ગયા છે. અને હાલ અભિએન્ટ ની ઉંમર 88 વર્ષ છે. હવે ફરીએકવાર ધર્મેન્દ્ર એ પોતાનું ઓનસ્ક્રીન નામ બદલ્યું છે. જે શાહિદ કપૂર ની રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ દ્વારા ખબર પડી છે.
આ સમાચાર પણ વાંચો : Arbaaz khan: અરબાઝ ખાને તેના અને જ્યોર્જિયા ના બ્રેકઅપ પર તોડ્યું મૌન, જ્યોર્જિયા ની આ વાત ને ગણાવી ખોટી
ધર્મેન્દ્ર એ બદલ્યું ઓનસ્ક્રીન નામ
88 વર્ષ ની ઉંમર માં ધર્મેન્દ્ર એ પોતાનું ઓનસ્ક્રીન નામ બદલી નાખ્યું છે. શાહિદ કપૂર ની રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં ધર્મેન્દ્ર એ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં ધર્મેન્દ્ર ને ધર્મેન્દ્ર તરીકે નહીં પરંતુ ધર્મેન્દ્ર સિંહ દેઓલ ના નામે ક્રેડિટ આપવામાં આવી છે. તમને જાણી ને નવાઈ લાગશે કે ધર્મેન્દ્ર ના બાળપણ નું નામ ધરમ સિંહ દેઓલ હતું જે તેમને ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા ધર્મેન્દ્ર કર્યું હતું. હવે ફરી એકવાર તેમને તેમનું ઓનસ્ક્રીન નામ બદલ્યું છે.