Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી

Dharmendra Discharged: બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ સની દેઓલની ટીમે જાહેર કર્યો અધિકૃત સ્ટેટમેન્ટ

by Zalak Parikh
Dharmendra Discharged from Hospital; Family Issues First Official Statement

News Continuous Bureau | Mumbai

Dharmendra Discharged: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર ને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે તેમની સારવાર ઘર પર જ ચાલુ રહેશે. બુધવાર સવારે તેમને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે લઈ જવામાં આવ્યા. પરિવાર તરફથી સની દેઓલની ટીમે પહેલું અધિકૃત નિવેદન જાહેર કર્યું છે, જેમાં મીડિયા અને ફેન્સને અફવાઓથી દૂર રહેવા અને પરિવારની પ્રાઇવસીનો માન રાખવા વિનંતી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક

પરિવારનું નિવેદન: “અટકળો ન કરો, પ્રાઇવસી નું માન રાખો”

સ્ટેટમેન્ટમાં જણાવાયું છે: “શ્રી ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેમની રિકવરી હવે ઘર પર થશે. કૃપા કરીને કોઈ અફવા ન ફેલાવો અને પરિવારની પ્રાઇવસી નું માન રાખો.” પરિવારે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો: “તમારા પ્રેમ, પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે અમે આભારી છીએ. કૃપા કરીને તેમનું માન રાખો કારણ કે તેઓ તમને ખૂબ પ્રેમ કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


હાલમાં સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના અવસાનની ખોટી ખબર ફેલાતા હેમા માલિનીએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને અફવાઓ ન ફેલાવવાની વિનંતી કરી હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More