News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન (Megastar Amitabh Bachchan)એ એવું નામ છે જેણે બોલિવૂડને એક અલગ ઓળખ આપી. લોકો આજે પણ તેની એક્ટિંગ અને અવાજના દિવાના છે. ફિલ્મ 'જંજીર’(Zanjeer)થી તેને એક અલગ ઓળખ મળી હતી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે હિટ ફિલ્મો આપી શકતો ન હતો. ફિલ્મ 'જંજીર' પહેલા બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન પોતાના કરિયરમાં સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ આ ફિલ્મે અમિતાભ બચ્ચનનું ભાગ્ય બદલી નાખ્યું.વર્ષ 1973માં આવેલી આ ફિલ્મે તેને સ્ટાર તરીકે ઉભો કર્યો અને તેને એંગ્રી યંગ મેન (Angry young man)નું બિરુદ મળ્યું. તે સમયે બચ્ચન એક એવું નામ બની ગયું હતું જે બોલિવૂડ પર રાજ કરી રહ્યું હતું, પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન પહેલી પસંદ નહોતા.
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ (Dharmendra)ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફિલ્મ 'જંજીર' માં ધર્મેન્દ્રની જગ્યાએ અમિતાભ બચ્ચનને આ રોલ કેવી રીતે મળ્યો. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, નિર્દેશક પ્રકાશ મહેરાના પુત્ર પુનીતે (Punit Mehra) જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે ધર્મેન્દ્રની પસંદગી(Dharmendra first choice) કરવામાં આવી હતી. પ્રકાશ મહેરા સાથેની તેમની અગાઉની ‘સમાધિ’ (1972) (Samadhi) સફળ રહી હતી. આ પછી ધર્મેન્દ્રએ આ ફિલ્મની વાર્તા નિર્દેશકને સંભળાવી અને તેમને પણ વાર્તા ખૂબ ગમી.ફિલ્મ જંજીર માટે ધર્મેન્દ્ર પણ લીડ રોલમાં (lead role) હતા. પરંતુ અભિનેતા એક વર્ષ માટે કોઈ અન્ય કામમાં વ્યસ્ત થઈ ગયા અને પ્રકાશ મહેરા રાહ જોઈ શક્યા નહીં. તેમણે ધર્મેન્દ્ર પાસેથી 3,500 રૂપિયામાં ફિલ્મની સ્ક્રિપ્ટ ખરીદી(bought script) હતી.
આ સમાચાર પણ વાંચો : સાઉથ ના આ સુપરસ્ટારે પૂરું કર્યું કોફી વિથ કરણ 7 નું શૂટિંગ જુઓ તેનો સહી કરેલ કોફી મગ
પ્રકાશ મેહરા તે સ્ક્રિપ્ટ રાજકુમાર(Rajkumar) પાસે લઈ ગયા, પરંતુ તેઓ તેને હૈદરાબાદમાં(Hyderabad) એકલા શૂટ કરવા માંગતા હતા, તેથી તે કામ ન થયું. આ પછી પ્રકાશ મહેરાએ દેવ આનંદનો(Dev Anand) સંપર્ક કર્યો, પરંતુ વાત આગળ વધી નહીં.પછી પ્રાણના કહેવા પર પ્રકાશ મહેરાએ ‘બોમ્બે ટુ ગોવા (Bombay to Goa)જોયું’. પુનીતે જણાવ્યું કે ફિલ્મ માં અમિતાભનો એક સીન જોતા જ તેના પિતા એ બૂમ પાડી “મિલ ગયા (મેં શોધી લીધો)”.જોકે, પ્રકાશ મહેરાના આ નિર્ણયની ઘણા લોકોએ નિંદા કરી હતી. લોકોને લાગ્યું કે અમિતાભે કોઈ હિટ ફિલ્મ નથી આપી એટલે તેમને જંજીર માટે સાઈન કરવા યોગ્ય નથી. પરંતુ, અમિતાભે સાબિત કરી દીધું કે જંજીર તેમના માટે જ બની હતી.