Site icon News Continuous Bureau | Mumbai

Deepika Padukone Dhruv Rathee: દીપિકા પાદુકોણને ટ્રોલ કરવી ધ્રુવ રાઠીને પડી ભારે: ‘ગોરી ત્વચા’ માટે ટ્રીટમેન્ટ લીધી હોવાનો લગાવ્યો આરોપ; ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ

Deepika Padukone Dhruv Rathee: 'The FAKE Beauty of Bollywood' વીડિયો પર મચ્યો હંગામો; ફેન્સે કહ્યું - દીપિકાની સુંદરતા કુદરતી છે, ધ્રુવ રાઠી પુરાવા વગર વાત ન કરે

Dhruv Rathee trolls Deepika Padukone over skin whitening treatments

Dhruv Rathee trolls Deepika Padukone over skin whitening treatments

News Continuous Bureau | Mumbai

Deepika Padukone Dhruv Rathee: યુટ્યુબર ધ્રુવ રાઠીએ હાલમાં જ ‘The FAKE Beauty of Bollywood Celebrities’ નામનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે દીપિકા પાદુકોણ, કાજોલ, શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓએ કરિયરની શરૂઆતમાં શ્યામ રંગ હોવા છતાં હવે ગોરા દેખાવા માટે ‘ગ્લુટાથિઓન ઇન્જેક્શન’ જેવા ઉપચારનો સહારો લીધો છે. ધ્રુવના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ દીપિકાના સમર્થનમાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tu Meri Main Tera Movie Review: ‘તૂ મેરી મૈં તેરા’ રિવ્યુ: કાર્તિક-અનન્યાની કેમિસ્ટ્રી ફીકી પડી, જૂની વાર્તાએ દર્શકોને કર્યા નિરાશ

ધ્રુવ રાઠીનો શું છે દાવો?

 ધ્રુવ રાઠીએ વીડિયોમાં કહ્યું કે, “બોલિવૂડ અભિનેત્રીઓ ગોરા થવા માટેની જે ક્રીમની એડ કરે છે તેનાથી નહીં, પણ મોંઘા ઇન્જેક્શનથી ગોરી થાય છે. તેઓ કહે છે કે હવે તડકામાં નથી જતી એટલે રંગ બદલાયો છે, પણ હકીકતમાં તે ગ્લુટાથિઓન ટ્રીટમેન્ટ છે.” તેણે અનેક અભિનેત્રીઓના જૂના અને નવા ફોટા સરખાવીને આ વાત કહી છે.સોશિયલ મીડિયા પર લોકો ધ્રુવ રાઠીને ‘વ્યુઝ’ મેળવવા માટે સેલિબ્રિટીઝને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે ત્વચાની સંભાળ અને સારી જીવનશૈલીથી રંગમાં થોડો બદલાવ આવવો સ્વાભાવિક છે, પણ તેને ‘ફેક બ્યુટી’ કહેવી ખોટું છે.


દીપિકાના ચાહકોએ ધ્રુવ રાઠીને પુરાવા વગર આરોપ ન લગાવવા ચેતવણી આપી છે. ચાહકોનું કહેવું છે કે , ફિલ્મોમાં પ્રોફેશનલ લાઇટિંગ અને એડિટિંગના કારણે ત્વચાનો રંગ અલગ દેખાઈ શકે છે. ફેન્સે દીપિકાના બાળપણના ફોટા શેર કરીને કહ્યું કે તે પહેલેથી જ ગોરી હતી, પણ ૨૦૦૦ના દાયકામાં ‘બ્રોન્ઝર’ અને ‘ટેનિંગ’નો ટ્રેન્ડ હતો એટલે તે ફિલ્મોમાં શ્યામ દેખાતી હતી. યુઝર્સે કહ્યું કે એરપોર્ટ પર દીપિકાના નોર્મલ ફોટા જુઓ, તે આજે પણ નેચરલ અને શ્યામવર્ણી સુંદરતા ધરાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version