Site icon

Dhurandhar Movie Controversy: ધ્રુવ રાઠીએ સાધ્યું નિશાન! સોશિયલ મીડિયા પર ‘ધુરંધર’ ફિલ્મ વિશે મચ્યો ખળભળાટ

Dhurandhar Movie Controversy: આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે યુટ્યુબર ધ્રુવ રાઠીના એક ટ્વીટે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે

Dhruv Rathee vs Dhurandhar Movie: YouTuber targets Rs 300 crore propaganda film in viral tweet

Dhruv Rathee vs Dhurandhar Movie: YouTuber targets Rs 300 crore propaganda film in viral tweet

News Continuous Bureau | Mumbai

Dhurandhar Movie Controversy: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે બોક્સ ઓફિસ પર સુનામી લાવી રહી છે. એક તરફ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે, તો બીજી તરફ તે વિવાદોમાં પણ ઘેરાયેલી છે. તાજેતરમાં પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કોઈ ફિલ્મનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, “માત્ર એક વીડિયો 300 કરોડની પ્રોપેગેન્ડા ફિલ્મને નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે.” આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ માની રહ્યા છે કે તેમનો ઇશારો ‘ધુરંધર’ તરફ જ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ

ધ્રુવ રાઠી એ સાધ્યું નિશાન 

ધ્રુવ રાઠીના આ નિવેદન બાદ ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર બે ફાંટા પડી ગયા છે. રાઠીએ આ પહેલા ફિલ્મના ટ્રેલરની હિંસા પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને તેની સરખામણી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ ના વીડિયો સાથે કરી હતી. જોકે, આ ટીકા છતાં પ્રેક્ષકો મોટા પાયે થિયેટરોમાં ઉમટી રહ્યા છે અને ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ફિલ્મ ‘ધુરંધર’ ની વાર્તા એક ભારતીય જાસૂસ ની આસપાસ ફરે છે, જે પાકિસ્તાન જઈને આતંકી કાવતરાઓનો પર્દાફાશ કરે છે. ઘણા લોકો આ ફિલ્મને દેશભક્તિ થી ભરપૂર માની રહ્યા છે, જ્યારે કેટલાક આલોચકો તેને પ્રોપેગેન્ડા કહી રહ્યા છે. ધ્રુવ રાઠીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે તેમનો આગામી વીડિયો આ સત્ય પરથી પડદો ઉઠાવશે, જેના કારણે મેકર્સ અને ફેન્સમાં હલચલ વધી ગઈ છે.


તમામ વિવાદો અને ટીકાઓ છતાં ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર અજેય સાબિત થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર 16 દિવસમાં ભારતમાં 517 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. વર્લ્ડવાઈડ કલેક્શન ની વાત કરીએ તો તે 790 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના અને સંજય દત્ત જેવા કલાકારોના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે, જેણે આ ફિલ્મને વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક બનાવી દીધી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version