Dhurandhar 2 Box Office Day 6: પઠાણ-એનિમલ પણ પડ્યા ફીકા! ‘ધુરંધર 2’ એ ૬ દિવસમાં મચાવ્યો હાહાકાર,જાણો અત્યાર સુધીની કમાણી

Dhurandhar 2 Box Office Day 6: પઠાણ-એનિમલ પણ પડ્યા ફીકા! ‘ધુરંધર 2’ એ ૬ દિવસમાં મચાવ્યો હાહાકાર,જાણો અત્યાર સુધીની કમાણી

by Zalak Parikh
Dhurandhar 2 Box Office Day 6: Ranveer Singh Starrer Crosses ₹900 Crore Worldwide; Set to Join 1000 Crore Club on Day 7

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office Day 6:  રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડીએ બોક્સ ઓફિસ પર જાદુ કરી દીધો છે. ‘ધુરંધર 2’ એ રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે  56.55 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે. જોકે સોમવારની સરખામણીએ કમાણીમાં 13% નો ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં આ આંકડો અન્ય કોઈપણ મોટી ફિલ્મ કરતા ઘણો વધારે છે. ભારતમાં અત્યાર સુધીની કુલ નેટ કમાણી  575.67 કરોડ સુધી પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ

શાહરૂખ અને રણબીરની ફિલ્મોને પછાડી 

કમાણીના મામલામાં ‘ધુરંધર 2’ એ બોલીવુડના ટોચના સુપરસ્ટાર્સના રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે. ભારતીય નેટ કલેક્શનમાં આ ફિલ્મે નીચેની બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે.એનિમલ: 554 કરોડ.પઠાણ 543 કરોડ.ગદર 2 526 કરોડ.રણવીર સિંહની આ ફિલ્મ અત્યારે બોલીવુડની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)


ફિલ્મનું વર્લ્ડવાઈડ પ્રદર્શન ચોંકાવનારું છે. અત્યાર સુધીમાં તેનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન  919.00 કરોડ સુધી પહોંચી ગયું છે.ભારત (ગ્રોસ કલેક્શન): 687.43 કરોડ.વિદેશ (ઓવરસીઝ): 231.57 કરોડ.જો ભાષાની વાત કરીએ તો હિન્દી વર્ઝને સૌથી વધુ 52 કરોડની કમાણી કરી છે, જ્યારે તેલુગુ વર્ઝને 3.10 કરોડ અને તમિલ વર્ઝને 1.10 કરોડનું બિઝનેસ આપ્યું છે.ફિલ્મની વર્તમાન ગતિ જોતા ટ્રેડ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે બુધવારે એટલે કે 7મા દિવસે ‘ધુરંધર 2’ 1000 કરોડના ક્લબમાં ગૌરવભેર પ્રવેશ કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More