News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Box Office: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર 2’ એ માત્ર ૬ દિવસમાં વર્લ્ડવાઈડ ૯૦૦ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મમાં પાકિસ્તાનના કરાચી અને ખાસ કરીને લ્યારી વિસ્તારના ‘ચીલ ચોક’ ને જે રીતે બતાવવામાં આવ્યો છે, તે જોઈને ત્યાંની જનતા દંગ રહી ગઈ છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં લ્યારીના લોકો આ કમાણી પર પોતાનો હક જમાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Yami Gautam: ડિઝાઇનરે લહેંગો આપવાની ના પાડી તો યામી ગૌતમે આપ્યો જડબાતોડ જવાબ! લગ્નમાં માતાની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને બની હતી આદિત્યની દુલ્હન
લ્યારીના લોકોની વિચિત્ર માંગ
વાયરલ વીડિયોમાં જ્યારે પાકિસ્તાની લોકોને ‘ધુરંધર 2’ ના બિઝનેસ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એક વ્યક્તિ એ કહ્યું, “મારા મતે તેમણે કમાણીનો ૮૦ ટકા હિસ્સો લ્યારીને આપવો જોઈએ. તેમણે તો ફિલ્મો બનાવવી જ છે, પણ અમારી ગલીઓનો ઉપયોગ કર્યો છે.”બીજા એક વ્યક્તિએ કહ્યું, “તમે ‘ચીલ ચોક’ બતાવીને ૮૦૦-૯૦૦ કરોડ કમાયા છો, તો ઓછામાં ઓછું આ ચોકને કલર તો કરાવી આપો! તેને રેનોવેટ (નવીનીકરણ) કરાવો. આ ચીલ (ગરુડ) દ્વારા તમે કમાણી કરી છે, તો તેના માટે કંઈક તો કરો.”
Pakistanis start crying for Dhurandhar 2 Success 😭
– They demand to share dhurandhar profit with Lyari 😂 pic.twitter.com/mvNnifICSh
— Sumit (@beingsumit01) March 21, 2026
પાકિસ્તાની જનતા જે ‘ચીલ ચોક’ અને લ્યારીની ગલીઓ જોઈને હિસ્સો માંગી રહી છે, તે હકીકતમાં પાકિસ્તાનમાં શૂટ જ નથી થઈ! આદિત્ય ધરની ટીમે થાઈલેન્ડમાં ૬ એકર જમીન પર લ્યારીનો આબેહૂબ સેટ તૈયાર કર્યો હતો.બેંગકોકમાં લ્યારીની સાંકડી ગલીઓ અને ચીલ ચોકને એટલી ઝીણવટથી ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાનીઓ પણ તેને અસલી માની બેઠા છે. ભારતીય અને થાઈ કલાકારોએ ન્યૂઝપેપર કટિંગ્સની મદદથી આ સેટ તૈયાર કર્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)