Site icon

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ

Dhurandhar 2 Box Office: ‘ફિલ્મ અમારી ગલીઓ પર બનાવી તો પૈસા અમને આપો’ - પાકિસ્તાની જનતાની વિચિત્ર માંગ; રણવીર સિંહની ફિલ્મની સફળતાથી પાડોશી દેશમાં હલચલ.

Dhurandhar 2 Box Office: People of Lyari, Pakistan Demand 80 percent Share of the 900 Crore Global Collection

Dhurandhar 2 Box Office: People of Lyari, Pakistan Demand 80 percent Share of the 900 Crore Global Collection

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર 2’ એ માત્ર ૬ દિવસમાં વર્લ્ડવાઈડ ૯૦૦ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મમાં પાકિસ્તાનના કરાચી અને ખાસ કરીને લ્યારી વિસ્તારના ‘ચીલ ચોક’ ને જે રીતે બતાવવામાં આવ્યો છે, તે જોઈને ત્યાંની જનતા દંગ રહી ગઈ છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં લ્યારીના લોકો આ કમાણી પર પોતાનો હક જમાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yami Gautam: ડિઝાઇનરે લહેંગો આપવાની ના પાડી તો યામી ગૌતમે આપ્યો જડબાતોડ જવાબ! લગ્નમાં માતાની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને બની હતી આદિત્યની દુલ્હન

લ્યારીના લોકોની વિચિત્ર માંગ

વાયરલ વીડિયોમાં જ્યારે પાકિસ્તાની લોકોને ‘ધુરંધર 2’ ના બિઝનેસ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એક વ્યક્તિ એ કહ્યું, “મારા મતે તેમણે કમાણીનો ૮૦ ટકા હિસ્સો લ્યારીને આપવો જોઈએ. તેમણે તો ફિલ્મો બનાવવી જ છે, પણ અમારી ગલીઓનો ઉપયોગ કર્યો છે.”બીજા એક વ્યક્તિએ કહ્યું, “તમે ‘ચીલ ચોક’ બતાવીને ૮૦૦-૯૦૦ કરોડ કમાયા છો, તો ઓછામાં ઓછું આ ચોકને કલર તો કરાવી આપો! તેને રેનોવેટ (નવીનીકરણ) કરાવો. આ ચીલ (ગરુડ) દ્વારા તમે કમાણી કરી છે, તો તેના માટે કંઈક તો કરો.”


પાકિસ્તાની જનતા જે ‘ચીલ ચોક’ અને લ્યારીની ગલીઓ જોઈને હિસ્સો માંગી રહી છે, તે હકીકતમાં પાકિસ્તાનમાં શૂટ જ નથી થઈ! આદિત્ય ધરની ટીમે થાઈલેન્ડમાં ૬ એકર જમીન પર લ્યારીનો આબેહૂબ સેટ તૈયાર કર્યો હતો.બેંગકોકમાં લ્યારીની સાંકડી ગલીઓ અને ચીલ ચોકને એટલી ઝીણવટથી ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાનીઓ પણ તેને અસલી માની બેઠા છે. ભારતીય અને થાઈ કલાકારોએ ન્યૂઝપેપર કટિંગ્સની મદદથી આ સેટ તૈયાર કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Manav Gohil Dhurandhar 2 Role: મસૂરીમાં રજાઓ અને બેંગકોકની ટિકિટ! માનવ ગોહિલને ‘ધુરંધર 2’ માં કેવી રીતે મળી એન્ટ્રી? જાણો વગર ઓડિશને સિલેક્શનનું અસલી રહસ્ય
Exit mobile version