Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office Collection: રણવીર સિંહ બન્યો બોક્સ ઓફિસનો અસલી ‘ધુરંધર’: માત્ર 4 મહિનામાં 3000 કરોડનો બિઝનેસ કરી આખા વિશ્વને ચોંકાવ્યું!

Dhurandhar 2 Box Office Collection: ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર મચાવ્યું તોફાન; ‘પુષ્પા 2’ ના રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ફિલ્મ, વર્લ્ડવાઈડ કલેક્શનમાં બનાવ્યા નવા કીર્તિમાન.

Dhurandhar 2  ધુરંધર2 નો દબદબો ૩૨ દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ, જાણો ફિલ્મે અત્યાર સુધી કેટલી કરી કમાણી?

Dhurandhar 2 ધુરંધર2 નો દબદબો ૩૨ દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ, જાણો ફિલ્મે અત્યાર સુધી કેટલી કરી કમાણી?

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office Collection: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અને તેના બીજા ભાગ ‘ધુરંધર 2’ એ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ દુનિયાભરમાં પોતાની ધાક જમાવીને કુલ ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ‘ધુરંધર’ દેશની સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરનારી એકમાત્ર ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.રિલીઝના ૨૫મા દિવસે પણ ‘ધુરંધર 2’ ની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વીકેન્ડ દરમિયાન ફિલ્મે શાનદાર પ્રદર્શન કરતા ૨૮.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે દર્શાવે છે કે દર્શકોમાં હજુ પણ આ ફિલ્મનો ક્રેઝ અકબંધ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Asha Bhosle Family Tree:આશા ભોંસલે અને તેમનું અદભૂત ફેમિલી ટ્રી: સંગીત જેમના લોહીમાં વહે છે, એવા મંગેશકર પરિવારની ખાસ ગાથા.

25 દિવસમાં વર્લ્ડવાઈડ 1712 કરોડનો આંકડો પાર

મીડિયા રિપોર્ટ મુજબ, ‘ધુરંધર 2’ એ રિલીઝના ૨૪મા દિવસે ૧૩.૫૦ કરોડ અને ૨૫મા દિવસે ૧૪.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રણવીર સિંહની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને અત્યાર સુધીમાં તેણે અનેક મોટા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો, ભારતમાં તેનું નેટ કલેક્શન  1083.67 કરોડ અને ગ્રોસ કલેક્શન 1297.48 કરોડ પર પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે પણ ફિલ્મનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યાં તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 1712.98 કરોડ થયું છે. હવે આ ફિલ્મ અલ્લું અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા 2’ ના  1742 કરોડના વર્લ્ડવાઈડ રેકોર્ડને તોડવાની અત્યંત નજીક છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાથી ફિલ્મ હવે માત્ર ૩૦ કરોડ રૂપિયા જ દૂર છે, જે આગામી દિવસોમાં સરળતાથી પાર કરી લે તેવી પૂરી શક્યતા છે.


રણવીર સિંહ અને સારા અર્જુનની જોડીએ મોટા પડદા પર જે જાદુ ચલાવ્યો છે, તેણે અન્ય ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ‘ધુરંધર 2’ અત્યારે ભારતીય સિનેમાની ચોથી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. વીકડેઝમાં કમાણી થોડી ધીમી રહ્યા છતાં, વીકેન્ડમાં ફિલ્મે તેની ભરપાઈ કરી લીધી છે. આગામી દિવસોમાં આ ફિલ્મ હજુ કેટલા નવા રેકોર્ડ સર્જે છે તેના પર આખા બોલિવૂડની નજર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version