Dhurandhar 2 Controversy। ‘ધુરંધર ૨’ વિવાદમાં કોર્ટનો મોટો ફેંસલો! TSeries ને ૫૦ લાખ જમા કરાવવા આદેશ; જાણો બોલિવૂડની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ પર કેમ મંડરાઈ રહ્યું હતું સંકટ

Dhurandhar 2 Controversy। રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’ ના ‘રંગ દે લાલ’ ગીતની ધૂન ચોરીનો આરોપ; દિલ્હી હાઈકોર્ટે ઓટીટી રીલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો.

by Zalak Parikh
Dhurandhar 2 Controversy। ‘ધુરંધર ૨’ વિવાદમાં કોર્ટનો મોટો ફેંસલો! TSeries ને  ૫૦ લાખ જમા કરાવવા આદેશ; જાણો બોલિવૂડની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ પર કેમ મંડરાઈ રહ્યું હતું સંકટ

 

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Controversy। ૩૦૦૦ કરોડની કમાણી તરફ આગળ વધી રહેલી સુપરહિટ ડ્યુઓલોજી ફિલ્મ ‘ધુરંધર ૨’ (Dhurandhar 2) અત્યારે એક તરફ વિદેશમાં નેટફ્લિક્સ પર રીલીઝ થઈને ધમાલ મચાવી રહી છે, ત્યારે બીજી તરફ તેના સંગીતને લઈને કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના સુપરહિટ ગીત ‘રંગ દે લાલ’ (ઓએ ઓએ) પર ચાલી રહેલા વિવાદમાં વચલો રસ્તો કાઢીને મ્યુઝિક કંપની સુપર કેસેટ્સ (TSeries) ને ૪ અઠવાડિયાની અંદર કોર્ટમાં ₹૫૦ લાખ જમા કરાવવાનો મોટો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર વિવાદ અને ધૂન ચોરીનો આરોપ?

આ વિવાદની શરૂઆત ત્રિમૂર્તિ ફિલ્મ્સ (ત્રિદેવ મૂવીના પ્રોડ્યુસર) દ્વારા કરવામાં આવી છે. તેમનો આરોપ છે કે ‘ધુરંધર ૨’ ના ગીત ‘રંગ દે લાલ’ માં તેમની જૂની આઇકોનિક ફિલ્મ ‘ત્રિદેવ’ ના સુપરહિટ ગીત ‘તિરછી ટોપીવાલે’ ની મૂળ ધૂનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રિમૂર્તિ ફિલ્મ્સનો દાવો છે કે મેકર્સ દ્વારા આ ધૂનનો ઉપયોગ કોઈપણ પ્રકારની પરવાનગી વગર (કોપીરાઈટ ઉલ્લંઘન) કરાયો છે, જેના કારણે તેમણે કોર્ટના દરવાજા ખખડાવીને ફિલ્મની ઓટીટી રીલીઝ, ગીતોના સ્ટ્રીમિંગ અને પ્રમોશન પર રોક લગાવવાની માંગ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો?

આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ તુષાર રાવ ગેડેલાએ બંનેમાંથી કોઈ એક પક્ષમાં ચુકાદો આપવાના બદલે વચલો રસ્તો અપનાવ્યો છે. કોર્ટે ‘ધુરંધર ૨’ ની ઓટીટી રીલીઝ કે ગીતોના પ્રમોશન પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેનાથી મેકર્સને મોટી રાહત મળી છે. જોકે, સુરક્ષાના ભાગરૂપે ટી-સીરીઝને ૫૦ લાખની રકમ કોર્ટના રજિસ્ટ્રાર જનરલના નામે બેંકમાં ‘ઓટો-રિન્યુઅલ’ મોડ પર જમા કરાવવા કહ્યું છે. આ કેસનો આખરી ફેંસલો જે પણ પક્ષના પક્ષમાં આવશે, આ રકમ તેને સોંપી દેવામાં આવશે.

બંને પક્ષોની કોર્ટમાં દલીલો

સુનાવણી દરમિયાન ત્રિમૂર્તિ ફિલ્મ્સ વતી દલીલ કરાઈ હતી કે ‘તિરછી ટોપીવાલે’ ની ધૂન પર તેમનો કાનૂની હક છે. તેની સામે સુપર કેસેટ્સ અને B62 ફિલ્મ્સ તરફથી દલીલ કરવામાં આવી હતી કે અગાઉ પણ અન્ય ફિલ્મોમાં આ ધૂનનો ઉપયોગ થયો છે ત્યારે ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા કોઈ વાંધો ઉઠાવાયો નહોતો. કોર્ટે અગાઉ બંને પક્ષોને આપસમાં સમાધાન કરવા મોકલ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો છે જેથી જો ભવિષ્યમાં ત્રિમૂર્તિ ફિલ્મ્સ કેસ જીતે તો તેમને હર્જાનાની રકમ મેળવવામાં વિલંબ ન થાય.

👉 આ સમાચાર વાચો:
Shashwat Sachdev Dhurandhar Songs Earnings| ૩૦૦૦ કરોડની કમાણી કરનાર ‘ધુરંધર’ના મ્યુઝિક કમ્પોઝરે મચાવી ધમાલ, માત્ર ગીતોથી કરી કરોડોની કમાણી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More