News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Controversy: ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર સફળતાના શિખરો સર કરી રહી છે, પરંતુ બીજી તરફ આ ફિલ્મ ગંભીર વિવાદમાં ફસાઈ છે. ફિલ્મમાં પવિત્ર ‘ગુરબાણી’ ના શ્લોકનો કથિત રીતે અનુચિત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ શીખ સંગઠનોએ લગાવ્યો છે. આ મામલે મુંબઈમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને વિરોધ
‘શીખ ઇન મહારાષ્ટ્ર’ સંગઠનના પ્રમુખ સરદાર ગુરજ્યોત સિંહ કીરે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા એક દ્રશ્ય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આરોપ મુજબ, ફિલ્મમાં ગુરુ ગોવિંદ સિંહજી અને પવિત્ર ગુરબાણીનું અપમાન કરવામાં આવ્યું છે. આ મામલે મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા અને અભિનેતા વિરુદ્ધ શીખ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
સરદાર ગુરજ્યોત સિંહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ફિલ્મ પ્રોડક્શન હાઉસ અને કલાકારો દ્વારા જલ્દીથી માફી માંગવામાં નહીં આવે, તો સંગઠન ઉગ્ર આંદોલન છેડશે. સોશિયલ મીડિયા પર પણ આ દ્રશ્યને હટાવવાની માંગ તેજ થઈ રહી છે. શીખ નેતાના જણાવ્યા મુજબ, કોઈપણ ધાર્મિક ગ્રંથ કે શ્લોકનો ઉપયોગ મનોરંજનના નામે અયોગ્ય રીતે ન કરવો જોઈએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
