Dhurandhar 2 Controversy: રિલીઝ પહેલા ‘ધુરંધર 2’ વિવાદમાં: રણવીર સિંહના આ સીન ને લઈને થયો હંગામો,મેકર્સને મળી લીગલ નોટિસ

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ની કમાણી પર વિવાદનું ગ્રહણ: ‘પ્રલય’ ગીતના પોસ્ટરમાં પાઘડી પહેરેલા પાત્રના હાથમાં સિગારેટ જોઈ શીખ સમુદાય લાલઘૂમ, સીબીએફસી (CBFC) અને મંત્રાલય સુધી પહોંચી ફરિયાદ

by Zalak Parikh
Dhurandhar 2 Controversy: Ranveer Singh’s Film Faces Legal Notice Over Portrayal of Sikh Character; Demands for Scene Removal Escalates

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Controversy: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર 2’ આગામી 19 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ અત્યારથી જ 100 કરોડને પાર કરી ગઈ છે, પરંતુ તેની સફળતા વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો છે. શીખ સમુદાયે આક્ષેપ કર્યો છે કે ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર દ્વારા શીખ ધર્મની માન્યતાઓ અને ધાર્મિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.આ મામલે સક્રિય કાર્યકરો અને રાજકીય પક્ષોએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Runtime and Rating: ‘ધુરંધર 2’ માં જોવા મળશે લોહીયાળ જંગ: સેન્સર સર્ટિફિકેટ જાહેર, 4 કલાક લાંબી ફિલ્મમાં રણવીર સિંહનો જોવા મળશે ખતરનાક અંદાજ

રણવીર સિંહના ‘સિગારેટ’ વાળા સીન્સ પર વાંધો

શીખ એક્ટિવિસ્ટ એ ડિરેક્ટર આદિત્ય ધર, પ્રોડ્યુસર્સ અને એક્ટર રણવીર સિંહ વિરુદ્ધ લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં જણાવાયું છે કે ફિલ્મમાં રણવીર સિંહ શીખ પાત્ર ભજવી રહ્યો છે અને કેટલાક સીન્સમાં તેને સિગારેટ પીતા બતાવવામાં આવ્યો છે. શીખ ધર્મમાં ધૂમ્રપાન વર્જિત હોવાથી, પાઘડી પહેરેલા પાત્રને આ રીતે બતાવવું એ સંસ્કૃતિનું અપમાન છે. ફરિયાદ પક્ષે માંગ કરી છે કે આવા તમામ દ્રશ્યો ફિલ્મમાંથી તાત્કાલિક હટાવવામાં આવે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)


શિરોમણી અકાલી દળ (દિલ્હી) ના અધ્યક્ષ પરમજીત સિંહ સરનાએ પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ફિલ્મના ગીત ‘પ્રલય’ ના એક પોસ્ટરનો ઉલ્લેખ કર્યો છે, જેમાં રણવીર સિંહ પાઘડી પહેરેલા લુકમાં હાથમાં સિગારેટ પકડીને બેઠો છે. તેમણે આ ચિત્રણને અત્યંત વાંધાજનક ગણાવીને ઓથોરિટીઝને તપાસ કરવા અપીલ કરી છે. શીખ નેતાઓની માંગ છે કે મેકર્સ આ ભૂલ બદલ માફી માંગે અને વિવાદાસ્પદ પોસ્ટર્સ હટાવે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More