News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Viral Video: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મની લોકપ્રિયતા એટલી છે કે સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો ટ્રેન્ડ કરી રહ્યા છે. તાજેતરમાં એક યુવતીએ ફિલ્મ જોવાની સાથે જે રીતે કામ પતાવ્યું, તે જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
થિયેટરમાં લેપટોપ સાથે પહોંચી યુવતી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી રાત્રે ૧૧ વાગ્યાના શોમાં ‘ધુરંધર 2’ જોવા પહોંચી છે. નવાઈની વાત એ છે કે તેની સાથે તેનું લેપટોપ પણ છે. તે રણવીર સિંહની ફિલ્મ જોવાની સાથે સાથે પોતાના ઓફિસનું કામ પણ પતાવી રહી છે.એક ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે કે, “નોકરી માટે શું શું નથી કરવું પડતું!”
સામાન્ય રીતે ફિલ્મો ૨ થી ૩ કલાકની હોય છે, પરંતુ ‘ધુરંધર 2’ લગભગ ૪ કલાક લાંબી ફિલ્મ છે. આટલી લાંબી હોવા છતાં સિનેમાઘરો હાઉસફુલ જઈ રહ્યા છે. રણવીર સિંહ ઉપરાંત આ ફિલ્મમાં અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્ત અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારો છે. ફેન્સને રણવીરનો અંદાજ એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ ૪ કલાક પણ સીટ છોડવા તૈયાર નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
